પ્રધાનમંત્રીશ્રી આવાસ યોજના (શહેરી) ઘરના સ્વપ્નને પૂર્ણ સ્વરૂપ આપી રહી લોકોના જીવનમાં અજવાળુ પાથરી રહી છે.

0

આવાસ પાસ થતા રાજીપો વ્યક્ત કરી તે દહાડે જ સરકારનો પાડ માન્યો અને આજે અમારું ઘરનું ઘર પાકું બન્યું. – ગૌરીબેન
સોમાભાઈ મિસ્ત્રી લાભાર્થી.

ભરૂચ-શુક્રવાર- નિઝામાવાડી ભરૂચ નગરપાલિકાના વિસ્તારમાં રહેતા ૫૫ વર્ષિય ગૌરીબેન સોમાભાઈ મિસ્ત્રીનું પોતાનું ઘરનું
ઘર હોવાનું સ્વપ્ન સાકાર થયું છે. છુટક મજુરી કરી ઘરનું ગુજરાન ચલાવતા ગૌરીબેન ખુશી વ્યકત કરી પ્રતિભાવ આપતા જણાવ્યું
હતું કે, અમારું કુંટુંબ પહેલા કાચા ઘરમાં રહેતું હતા. નાનું ઘર હોવાથી સાંકળી જગ્યામાં રહેવું મુશ્કેલ નડતી હતું. વધુમાં કાચા ઘરમાં
ચોમાસામાં પાણી ભરાઇ જતા અમને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. બાદમાં મારા મોટા છોકરાને મોબાઈલ પર જાણકારી
મળી કે, સરકારશ્રીની પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અંતર્ગત નગરપાલિકા વિસ્તારમાં રહેતા હોય તેવા લોકો માટે પાકું મકાન
બનાવવા માટે સરકાર રૂ.૩,૫૦,૦૦૦ની સહાય આપે છે. જાણીને નવાઈ તો લાગી પણ ચાલોને જાણીયે તો ખરા એમ અમસ્તુ જ
વિચારી વધુ જાણકારી માટે હું અને મારો દીકરો ભરૂચ નગરપાલિકામાં ગયા જયાં મને નગરપાલિકાના ઇજનેર શ્રીએ આ યોજના
અંતર્ગત સહાય અરજી કરવા જણાવતા મારા દીકરાએ સાધનિક કાગળો સાથે જ અરજી કરી હતી. આવાસ પાસ થતા રાજીપો વ્યક્ત
કરી તે દહાજે જ સરકારનો પાડ માન્યો હતો. અને જે અરજી સંદર્ભે મને પ્રધાનમંત્રીશ્રી આવાસ યોજના(શહેરી) અંતર્ગત, પાકું મકાન
બનાવવા માટે મને તબક્કાવાર ૬ સ્ટેજમાં રૂા. ૩,૫૦, ૦૦/- ની સહાય મળતા સરકારશ્રીની આ યોજનાથી મારૂ ઘરનું ઘર
બનાવવાનું સ્વપ્ન પૂર્ણ થયું છે. જે બદલ હું ફરીવાર સરકાર શ્રીનો આભાર માનું છું.

ભરૂચ ચાણક્ય સમાચાર.

સમાચાર આપવા માટે આ નંબર સંપર્ક કરો.WhatsApp No. 77789 49800

Download this app now:https://play.google.com/store/apps/details?id=com.aaaos.chanakyamedianetwork

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *