પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની ગરિમામય વર્ચ્યુઅલ ઉપસ્થિતમાં ભરૂચ જિલ્લાના ૨૯૭૬ સહિત સમગ્ર રાજ્યમાં આવાસોનો લોકાર્પણ સમારોહ યોજાશે.
ધારાસભ્યસર્વેશ્રીઓની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકોમાં લાભાર્થીઓનો ગૃહપ્રવેશ, લોકાર્પણ અને
ખાતમુર્હૂત સમાંતર કાર્યક્રમ યોજાશે.
ભરૂચ- ગુરુવાર- સમગ્ર રાજયમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, પંડિત દિનદયાળ આવાસ યોજના અને આંબેડકર આવાસ યોજનાના
આવાસોના લોકાર્પણ અને ખાતમુહૂતનો કાર્યક્રમ આગામી તા.૧૦ મી ફેબ્રુઆરીનાં રોજ યોજાશે. આ કાર્યક્રમમાં રાજ્યના
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતેથી સમગ્ર રાજયમાં આવાસ યોજનાના લાભાર્થીઓને
ગૃહપ્રવેશ/ખાતમુહૂત કરાવવાના છે. આ કાર્યક્રમમાં માન.પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી પણ વર્ચ્યુઅલી ઉપસ્થિત રહી પી.એમ.એ.વાય
ગ્રામીણ તથા શહેરી આવાસના લાભાર્થીઓ સાથે ટુ વે સંવાદ કરશે.
સમગ્ર રાજયની સાથે ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકોમાં પણ આવાસ યોજનાના મકાનોનો લોકાર્પણ અને ખાતમુર્હૂત
કાર્યક્રમ જે- તે મતવિસ્તારના ધારાસભ્યશ્રીઓના અધ્યક્ષસ્થાને યોજાનાર છે. તા.૧૦ મી ફેબ્રુઆરીના રોજ ભરૂચ જિલ્લાની પાંચવિધાનસભા બેઠકોમાં યોજનાર કાર્યક્રમમાં ૨૯૭૬ લાભાર્થીઓના આવાસનું લોકાર્પણ કરવામાં આવશે. જેમાં પ્રધાનમંત્રી આવાસ
યોજના, પંડિત દિનદયાળ આવાસ યોજના અને આંબેડકર આવાસ યોજનાના મકાનનો સમાવેશ થાય છે. જેમાં વિધાનસભા
મતવિસ્તાર દીઠ ૩ લાભાર્થી પ્રતિભાવ રજૂ કરશે તેમજ ૫ લાભાર્થીઓને ચાવીની પ્રતિકૃતિ અર્પણ કરવામાં આવશે.
આ કાર્યક્રમ અંતર્ગત તાલુકા પંચાયત ગ્રાઉન્ડ જંબુસર, જંબુસર /આમોદ વિધાનસભા વિસ્તારમાં વિધાનસભા મતવિસ્તારનો
કાર્યક્રમ યોજાશે. રાજપૂત છાત્રાલય હોસ્ટેલ ગ્રાઉન્ડની પાછળ ભરૂચ ખાતે વાગરા વિધાનસભા મતવિસ્તારના લાભાર્થીઓનો કાર્યક્રમ
યોજાશે. સ્વામિનારાયણ મંદિર ઝાડેશ્વર ભરૂચ ખાતે ભરૂચ વિધાનસભા મતવિસ્તારના લાભાર્થીઓનો કાર્યક્રમ યોજાશે. જ્યારે
સાર્વજનિક હાઈસ્કુલ સજોદ તા. અંકલેશ્વર ખાતે અંકલેશ્વર- હાંસોટ વિધાનસભા મતવિસ્તારના લાભાર્થીઓનો સમારોહ યોજાશે.
અને પ્રમુખ સાહેબના ઘરની પાછળના મેદાનમાં ગામ – જેસપોર. તા. ઝઘડીયા ખાતે ઝઘડીયા, વાલીયા,નેત્રંગ વિધાનસભા
મતવિસ્તારના લાભાર્થીઓનો કાર્યક્રમ યોજાશે.
તમામ કાર્યક્રમનો પ્રારંભ તા. ૧૦ ફેબ્રુઆરી, ૨૦૨૪ના રોજ બપોરે ૧૨.૦૦ કલાકે થશે. અને ધારાસભ્યસર્વેશ્રીઓની પ્રેરક
ઉપસ્થિતિમાં જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકોમાં લાભાર્થીઓનો ગૃહપ્રવેશ, લોકાર્પણ અને ખાતમુર્હૂત સમાંતર કાર્યક્રમ યોજાશે તેમ
જિલ્લા ગ્રામવિકાસ એજન્સીના નિયામક આપેલી માહિતીમાં જણાવવામાં આવ્યું હતું.
ભરૂચ ચાણક્ય સમાચાર.
સમાચાર આપવા માટે આ નંબર સંપર્ક કરો.WhatsApp No. 77789 49800
Download this app now:https://play.google.com/store/apps/details?id=com.aaaos.chanakyamedianetwork