શહેરમાં ઘરના ઘરનું સ્વપ્ન પૂરી કરતી યોજના એટલે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી).
ભરૂચના મક્તમપુર વિસ્તારમાં સુનિલભાઈ કનુભાઈ મિસ્ત્રીએ પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) નો લાભ મળતા સરકારનો
આભાર માન્યો.
૩.૫૦ લાખ રૂપીયાની સહાય મળી અને મારા સપનાનું પાક્કું ઘર બનાવ્યું, આજે હું મારા પરિવાર સાથે સુખ શાંતિથી જીવન પસાર
કરી રહ્યો છું – લાભાર્થી સુનિલભાઈ કનુભાઈ મિસ્ત્રી.
ભરૂચ- શુક્રવાર- રોટી, કપડાં, શિક્ષણ અને મકાન એ દરેક માનવીની પ્રાથમિક જરૂરિયાત હોય છે અને રાજ્ય સરકાર દ્વારા
છેવાડાના માનવીને પ્રાથમિક જરૂરિયાત પૂરી પાડવા માટે સતત પ્રયત્નશીલ છે. દરેક વ્યક્તિનું એક સપનું હોય છે કે એની પાસે
પોતાનું એક પાકું મકાન હોય ત્યાં તેઓ પોતાના પરિવાર સાથે સુખ શાંતીથી પોતાનું જીવન પસાર કરી શકે તે માટે કેન્દ્ર સરકાર અને
રાજ્ય સરકાર દ્વારા તમામ પાત્રતા ધરાવતા લાભાર્થીઓને અનેકવિધ લોક કલ્યાણકારી યોજના થકી લાભ આપી તેમના સપના પૂરા
કરવા માટે પ્રયાસરત બની છે.
ત્યારે વાત કરીયે આવા જ પ્રધાનમંત્રી આવાસ યોજના ( શહેરી ),ભરૂચ શહેરના મક્તમપુર વિસ્તારમાં સરકારની યોજનાનો
લાભ લઈ સુખેથી જીવન પસાર કરતા લાભાર્થીએ સુનિલભાઈ કનુભાઈ મિસ્ત્રી પોતાનો પ્રતિભાવ આપતા કહ્યું કે, પહેલા અમે
અમારા પરિવાર સાથે કાચા મકાનમાં રહેતા હતા. એક દિવસ મને પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) ની માહિતી મળતા મે ફોર્મ
ભર્યું અને મંજૂર થયું ૩.૫૦ લાખ રૂપીયાની સહાય મળી અને મારા સપનાનું પાક્કું ઘર બનાવ્યું, આજે હું મારા પરિવાર સાથે સુખ
શાંતિથી જીવન પસાર કરી રહ્યો છું. તે બદલ હું સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું.
ભરૂચ ચાણક્ય સમાચાર.
સમાચાર આપવા માટે આ નંબર સંપર્ક કરો.WhatsApp No. 77789 49800
Download this app now:https://play.google.com/store/apps/details?id=com.aaaos.chanakyamedianetwork