અધિક નિવાસી કલેક્ટરશ્રી એન.આર.ધાધલના અધ્યક્ષસ્થાને એલીમીનેશન ઓફ લિમ્ફેટીક ફાઇલેરીયાસીસ (હાથીપગા) અંતર્ગત યોજાનાર કાર્યક્રમ સંદર્ભે સમિક્ષા બેઠક યોજાઈ.
જિલ્લા પંચાયત ભરૂચ દ્નારા ઝુંબેશના ભાગરૂપે આગામી ૧૦ થી ૧૨ ફેબ્રુઆરી દરમિયાન નેત્રંગ તાલુકાના પ્રાથમિક આરોગ્ય
કેન્દ્રો દ્વારા સામુહિક દવા વિતરણનો કાર્યક્રમ યોજાશે.
ભરૂચ – ગુરુવાર- અધિક નિવાસી કલેક્ટરશ્રી એન.આર.ધાધલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ભરૂચના સભાખંડમાં એલીમીનેશન
ઓફ લિમ્ફેટીક ફાઇલેરીયાસીસ (હાથીપગા) અંતર્ગતના આગામી સમયમાં યોજાનાર કાર્યક્રમ સંદર્ભે સમિક્ષા બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં દરમ્યાન યોજાનાર કાર્યક્રમ સંદર્ભે અધિક નિવાસી કલેક્ટરશ્રી એન.આર.ધાધલે વિગતો મેળવી યોજાનાર કાર્યક્રમ
સંદર્ભે સમિક્ષા કરી હતી. લોકોમાં આ રોગ પ્રત્યે જાગૃતિ કેળવાય અને માસ ડ્રગ એડમીનીસ્ટ્રેશનની કામગીરી સૂપેરે પાર પડે અને
નિર્ધારિત લક્ષ્યાંક યોગ્ય રીતે પુર્ણ થાય તે માટે હાજર અધિકારીઓ અને કર્મચારીઓને માર્ગદર્શન આપ્યું હતું.
જ્યારે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી જે.એસ દુલેરાએ દ્નારા કાર્યક્રમની વિગતો આપતા કહ્યું હતું કે, એલીમીનેશન
ઓફ લિમ્ફેટીક ફાઇલેરીયાસીસ અંતર્ગત ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૭ સુધીમાં ફાઇલેરીયા (હાથીપગા) નિર્મુલન અંગેનો લક્ષ્યાંક
નક્કી કરવામાં આવ્યો છે. સરકારશ્રીના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સુચવેલ નવી બ્લોક વાઇઝ સ્ટ્રેટેજી અનુસાર
ભરૂચ જિલ્લાના વિસ્તારોમા ફાઇલેરીયા રોગ સર્વે માટે નાઇટ બ્લડ સર્વેની કામગીરી હાથ ધરાઈ હતી. એલીમીનેશન ઓફ લિમ્ફેટીક
ફાઇલેરીયાસીસ માટે જુદી- જુદી પ્રવૃત્તિઓ પૈકી માસ ડ્રગ એડમીનીસ્ટ્રેશનની અગત્યની કામગીરી છે. જેને અનુલક્ષીને
જિલ્લા પંચાયત ભરૂચ દ્નારા ઝુંબેશના ભાગરૂપે આગામી ૧૦ થી ૧૨ ફેબ્રુઆરી દરમિયાન નેત્રંગ તાલુકામાં આવેલા ચાસવડ,
બિલોઠી, મોરીયાણા, ખરેઠા અને થવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો દ્વારા સામુહિક દવા વિતરણનો કાર્યક્રમ યોજાશે. જેમાં નેત્રંગ
તાલુકાના ૭૭ ગામોના કુલ ૧૦૭૩૧૭ લોકોને DEC અને આલ્બેન્ડાઝોલ ટેબલેટનો સામુહિક દવા વિતરણનો લક્ષ્યાંક નકકી કરાયો
છે.
આ બેઠકમાંઅધિક નિવાસી શ્રી એન.આર.ધાધલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી જે.એસ દુલેરા, નેત્રંગ મામલતદારશ્રી,
આરોગ્ય વિભાગના અન્ય અધિકારીઓ તેમજ કર્મચારીઓ હાજર રહ્યા હતા.
ભરૂચ ચાણક્ય સમાચાર.
સમાચાર આપવા માટે આ નંબર સંપર્ક કરો.WhatsApp No. 77789 49800
Download this app now:https://play.google.com/store/apps/details?id=com.aaaos.chanakyamedianetwork