પીએમજનમન અભિયાન અંર્તગત વન અધિકાર અધિનિયમ ૨૦૦૬ હેઠળ વ્યક્તિગત માન્ય દાવાઓનો સર્વે તા. ૭ ફેબ્રુઆરી ૨૦૨૪ થી ૧૦ મી ફેબ્રુઆરી ૨૦૨૪ સુધી યોજાશે.
ભરૂચ જિલ્લાના ઝગડીયા, વાલીયા, નેત્રંગ તાલુકાઓમાં પી.એમ કિશાન સન્માનનિધિ તથા અન્ય યોજનાઓનો લાભ આપવા
ઝુંબેશ.
ભરૂચ- ગુરુવાર- ભરૂચ જિલ્લાના ઝગડીયા, વાલીયા, નેત્રંગ તાલુકાઓમાં પીએમજનમન અભિયાન અંર્તગત વન અધિકાર
અધિનિયમ ૨૦૦૬ હેઠળ વ્યક્તિગત માન્ય દાવાઓનો સર્વે તારીખ ૭ ફેબ્રુઆરી ૨૦૨૪ થી ૧૦ મી ફેબ્રુઆરી ૨૦૨૪ સુધી થનાર
છે. જેનો મુખ્ય ઉદ્દેશ તમામ લાભાર્થીઓને પી.એમ કિશાન સન્માનનિધિ તથા અન્ય યોજનાઓનો લાભ આપી શકાય તે માટેનો છે.
આ સર્વે અંતર્ગત નિયત નમુનામાં ફોર્મ VCE ને પ્રાયોજના કચેરી તરફથી વિનામુલ્યે પુરૂ પાડેલ છે.
વધુમાં, આ સર્વે ગ્રામ પંચાયતના VCE મારફત જ કરવાનો રહે છે. જો આ સર્વે અન્ય કોઈ વ્યકિત ઘ્વારા કરવામાં
આવશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તેમ પ્રાયોજના વહીવટદાર ટ્રાયબલ સબ પ્લાન ભરૂચ તરફથી મળેલી
અખબારીયાદીમાં જણાવવામાં આવ્યું હતું.
ભરૂચ ચાણક્ય સમાચાર.
સમાચાર આપવા માટે આ નંબર સંપર્ક કરો.WhatsApp No. 77789 49800
Download this app now:https://play.google.com/store/apps/details?id=com.aaaos.chanakyamedianetwork