૨૩ નવેમ્બર ૨૦ર૩ થી ૩૦ નવેમ્બર ૨૦૨૩ સુધી ભરૂચ -ઝાડેશ્વર ચોકડીથી શુક્લતીર્થ સુધી જતો રસ્તો જાહેર જનતાની સલામતી તથા ટ્રાફીક નિયમનનાં હેતુસર વન- વે જાહેર કરાયો.
વન-વે જાહેર કરતાં વૈકલ્પિક માર્ગ તરીકે શુક્લતીર્થ થી આવનાર વાહનો શુક્લતીર્થથી મંગલેશ્વર- નિકોરા- ઝનોર થી નબીપુર ઓવરબ્રીજ પાસે ને.હા.નં.૪૮ ઉપર થઈને પરત આવી શકાશે.
ભરૂચ-બુધવાર- ભરૂચ જિલ્લામાં આવેલ શુક્લતીર્થ ગામે તા. ૨૩/૧૧/૨૦૨૩ થી તા. ૩૦/૧૧/૨૦૨૩ સુધી શુકલેશ્વર
મહાદેવનો કાર્તિકી પૂનમનો ધાર્મિક મેળો ભરાનાર છે. આ સમય દરમ્યાન વધુમાં વધુ ટ્રાફિક ભરૂચ- ઝાડેશ્વર ચોકડીથી શુક્લતિર્થ રોડ ઉપર રહે છે. અને સામાન્ય દિવસોમાં પણ જાહેરજનતા આ જ રૂટનો ઉપયોગ અવર જવર માટે કરતા હોય છે. આ પરિસ્થિતિમાં નેશનલ હાઈવે નંબર ૮ ઉપર ટ્રાફિક જામ થાય છે. આ પરિસ્થિતિ નિવારણ માટે તા. ૨૩/૧૧/૨૦૨૩ થી તા. ૩૦/૧૧/૨૦૨૩ સુધી ભરૂચ -ઝાડેશ્વર ચોકડીથી શુક્લતીર્થ સુધી જતો રસ્તો તમામ પ્રકારનાં વાહનો માટે જાહેર જનતાની સલામતી તથા ટ્રાફીક નિયમનનાં હેતુસર વન- વે જાહેર કરવો આવશ્યક જણાય છે.
આથી અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ, ભરૂચ શ્રી એન.આર.ધાધલ, ને સને-૧૯૫૧ નાં ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-
૩૩(૧) ( બી) મળેલી સત્તા અન્વયે ભરૂચ -ઝાડેશ્વર ચોકડીથી શુક્લતીર્થ સુધી જતો રસ્તો તમામ પ્રકારનાં વાહનો માટે જાહેર
જનતાની સલામતી તથા ટ્રાફીક નિયમનનાં હેતુસર તા. ૨૩/૧૧/૨૦૨૩ થી તા. ૩૦/૧૧/૨૦૨૩ સુધી વન- વે રહેશે. સદર આ
માર્ગ ઉપરથી શુક્લતીર્થ સુધી તમામ પ્રકારનાં વાહનો જઈ શકશે.પરંતુ પરત આ માર્ગેથી આવી શકશે નહી. આ હુકમ પોલીસ કે બીજા સરકારી અધિકારી કે જે પોતાની ફરજો અંગે બંદોબસ્ત માટે વાહન લઈને ફરતા હશે તેઓને બંધનકર્તા રહેશે નહિ. ઉપરોકત માર્ગ વન-વે જાહેર કરતાં વૈકલ્પિક માર્ગ તરીકે શુક્લતીર્થ થી આવનાર વાહનો શુક્લતીર્થથી મંગલેશ્વર- નિકોરા- ઝનોર થી નબીપુર ઓવરબ્રીજ પાસે ને.હા.નં.૪૮ ઉપર થઈને પરત આવી શકાશે.
આ હુકમનું ઉલ્લંઘન કરનાર ઉક્ત કાયદાની કલમ-૧૩૧ પ્રમાણે સજા અને દંડને પાત્ર થશે. તેમ અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ
ભરૂચ તરફથી મળેલી એક અખબારીયાદીમાં જણાવવામાં આવ્યું હતું.
સમાચાર આપવા માટે આ નંબર સંપર્ક કરો.
WhatsApp No. 77789 49800
ભરૂચ ચાણક્ય સમાચાર