સ્વચ્છતા હી સેવા : ભરૂચ જિલ્લો સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ગામે તળાવની સફાઈ ઝુંબેશ યોજાઈ.
ગ્રામજનો, સરપંચ,ઉપસરપંચ સહિત સૌ સ્વચ્છતા ઝુંબેશમાં જોડાયા
ભરૂચ- બુધવાર- બે માસના મહા સ્વચ્છતા અભિયાન અંતર્ગત ભરૂચ જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતા ઝુંબેશ યોજાઈ રહી છે. આ કડીના ભાગરૂપે જાહેર જગ્યાઓની સફાઈ કરવાના હેતુથી ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ગામે આવેલા તળાવની સફાઈ કરવામાં આવી હતી. સ્વચ્છતા હી સેવા મહા અભિયાનમાં ગ્રામજનો, સરપંચ,ઉપસરપંચ સહિત સૌ જોડાયા હતા.
સ્વચ્છતા અભિયાન અંતર્ગત સપ્તાહના પ્રતિ રવિવારે આગામી તા.૧૬મી ડિસેમ્બર,૨૩ સુધી મેગા સ્વચ્છતા ડ્રાઈવ યોજાશે. આ કડીના ભાગરૂપે ભરૂચ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ‘સિંગલ યુઝ પ્લાસ્ટિક’ના વપરાશ અને નિકાલ અંગેની જાગૃતિ અને સિંગલ યુઝ પ્લાસ્ટિકનું કલેક્શન કરવામાં આવ્યું હતુ. ઉપરાંત એક્યુલન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત હોય ત્યાં રીનોવેશન, અપગ્રેડેશન સહિતની કામગીરી કરવામાં આવી હતી. સ્વચ્છતા ઝુંબેશના આ સેવાયજ્ઞમાં સ્વચ્છ ભારત અભિયાન (ગ્રામીણ)ના કર્મયોગીઓ, સ્થાનિકો સ્વયંભૂ જોડાઈ અને સ્વચ્છ અને નિર્મળ ગુજરાત બનાવવા માટે પ્રયત્નશીલ છે.




સમાચાર આપવા માટે આ નંબર સંપર્ક કરો.
WhatsApp No. 77789 49800
ભરૂચ ચાણક્ય સમાચાર