પ્રભારી મંત્રી શ્રી કુવંરજીભાઈ હળપતિએ ભરૂચ જિલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારોની લીધી મુલાકાત
પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં ઘરો,દુકાનો,ઝૂંપડા,કાચા,પાકા મકાનો, ખેડૂતોના પાક અને જમીન ધોવાણને થયેલા નુકસાનનો સર્વે કરી રાજ્ય સરકાર દ્વારા મળતી તમામ સહાય સત્વરે ચુક્વવામાં આવશે
- આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી કુંવરજીભાઈ હળપતિ
લોકોની રજૂઆતોને શાંતિથી સાંભળીને અસરગ્રસ્તોને સરકાર તરફથી તમામ મદદની હૈયાધારણા આપતા મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિ
ભરૂચ:બુધવાર: ભરૂચ જિલ્લા પ્રભારી મંત્રી અને આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી શ્રી કુવંરજીભાઈ હળપતિએ ભરૂચ જિલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારો ધોલિકુવી બજાર,ગોલ્ડન બ્રિજ,જલારામ મંદિર,જલારામ નગર,જૂના બોરભાઠા તથા શુકલતીર્થ વગેરે સ્થળોએ મુલાકાત લઈને પ્રશાસન દ્વારા ચાલી રહેલી આરોગ્ય – સફાઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે આશ્રયસ્થાનો આશરો લઈ રહેલા લોકોને ભોજન, આરોગ્ય સહિતની વિગતોની જાણકારી મેળવી રાજ્ય સરકાર તરફથી સહાય આપવાનું આશ્વાસન આપ્યું હતું.
પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં ઘરો,દુકાનો,ઝૂંપડા,કાચા,પાકા મકાનો, ખેડૂતોના પાક અને જમીન ધોવાણને થયેલા નુકસાનનો સર્વે કરી રાજ્ય સરકાર દ્વારા મળતી તમામ સહાય સત્વરે ચુક્વવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું. મંત્રીશ્રીએ લોકોની આક્રોશ ભરી રજૂઆતોને શાંતિથી સાંભળી શકય તમામ મદદની હૈયાધારણ આપી હતી.
મંત્રીશ્રીએ ઉમેર્યું કે, આગામી કેબિનેટ બેઠકમાં પ્રભારી મંત્રી તરીકે પોતે મુખ્યમંત્રીશ્રીને યોગ્ય રજૂઆત કરશે અને શક્ય
તેટલી ઝડપથી સહાય મળી રહે એવા સઘન પ્રયાસો કરવામાં આવશે. મંત્રીશ્રીએ જલારામ મંદિર અંકલેશ્વર ખાતે બેઠક યોજી સ્થાનિક જનપ્રતિનિધિઓ, અધિકારીઓ સાથે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ ઝડપભેર સફાઈ કામગીરી પૂર્ણ કરવા સૂચના આપી હતી.
મંત્રીશ્રીની વિવિધ સ્થળોની મુલાકાત બાદ ભોલાવ સર્કિટ હાઉસ ખાતે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. જિલ્લા કલેક્ટર શ્રી તુષાર સુમેરાએ પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં જિલ્લા પ્રશાસન દ્વારા હાથ ધરવામાં આવેલ બચાવ અને હાલમાં ચાલી રહેલ રાહત કામગીરીની વિગતો આપી હતી.
આ વેળાએ ધારાસભ્યો સર્વશ્રી રમેશભાઈ મિસ્ત્રી, ઈશ્વરસિંહ પટેલ, ધારાસભ્ય શ્રી અરૂણસિંહ રણા, જિલ્લા આગેવાન
મારૂતિસિંહ અટોદરિયા,જિલ્લા વિકાસ અધિકારી શ્રી પી.આર. જોષી, નિવાસી અધિક કલેકટર શ્રી એન.આર. ધાધલ,
પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.






ભરૂચ ચાણક્ય સમાચાર.