ભારત મિશન ગ્રામીણ યોજના અંતર્ગત ભારત સરકારના પેયજલ અને સ્વચ્છતા મંત્રાલયના જોઇન્ટ ડાયરેકટરશ્રી એમ.ઓ.જે.એસ શ્રી કરણજીત સિંઘે વાગરા તાલુકાના અખોડ ગામની મુલાકાત લીધી

0

ભરૂચ- બુધવાર- ભારત મિશન ગ્રામીણ યોજના અંતર્ગત ભારત સરકારના પેયજલ અને સ્વચ્છતા મંત્રાલયના જોઇન્ટ
ડાયરેકટરશ્રી એમ.ઓ.જે.એસ શ્રી કરણજીત સિંઘે વાગરા તાલુકાના અખોડ ગામની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમ્યાન તેમણે સ્વચ્છતાલક્ષી ઝિણવટભર્યું માર્ગદર્શન આપ્યું હતું.

અખોડ ગામામાં બનેલ SEGREGATION SHED નું સંચાલન CSR હેઠળ TEN Technip energies અને AATAPI સેવા
ફાઉન્ડેશન હેઠળ સંચાલિત સ્વચ્છતા સેન્ટરમા ચાલતા ઘન કચરા વ્યવસ્થાપન વ્યવસ્થા, સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ એસેટ , સ્વચ્છતા સેન્ટર, કંમ્પોસ્ટપીટ, પ્રવાહી કચરા નિકાલ વ્યવસ્થાપન ગરીમા પ્રોજેક્ટ, સામુહિક શોકપીટના લાભાર્થીઓની મુલાકાત કરી ગામની સ્વચ્છતા અને ગામમાં અન્ય બનેલ સફાઈ કામદાર સ્વચ્છતા ગ્રીન સ્વાગત કરી તમામ સુવિધાઓની પણ શુભેચ્છા મુલાકાત તેમના દ્નારા કરવામાં આવી હતી.

આ ઉપરાંત સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત બનેલ સામુહિક કંમ્પોસ્ટ પીટ, પ્રવાહી કચરા નિકાલ વ્યવસ્થાપન
અંતર્ગત સામુહિક શોક પીટની મુલાકાત કરી હતી. ગામમાં સફાઈ કામગીરી કરતી બહેનોનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રશાંત આર જોશી અને નિયામક શ્રી અશોક.વી.ડાંગી, નિયામક શ્રી વડોદરા
શ્રી ગોપાલ. ડી .બામણીયા અને તાલુકા વિકાસ અધિકારી શ્રી તેમજ રાજય કક્ષાએ શ્રી ચિરાગ ગઢવી નાયબ ચીટનીશ, જિલ્લા કક્ષાએ દીપક જે પટેલ જિલ્લા કો ઓડીનેટર હાજર રહ્યા હતા.

ભરૂચ ચાણક્ય સમાચાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *