રાજ્યના નિવૃત રમતવીરોને પેન્શન યોજના અંતર્ગત અરજીઓ મોકલવા અંગે જાહેર નિવિદા
ભરૂચ- ગુજરાત- ગુજરાત સરકારશ્રીના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર હેઠળ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા રાજ્યના જે રમતવીરોએ રમતગમત ક્ષેત્રે નોંધપાત્ર ફાળો આપ્યો હોય અને જેઓ આર્થિક રીતે નિઃસહાય હોય તેવા નિવૃત રમતવીરોને પેન્શન આપવાની યોજના સરકારશ્રી દ્વારા અમલમાં છે.
આ યોજના હેઠળ ગુજરાતના વતની અને આ સાથેની શરતો સંતોષતા હોય તેવા નિવૃત(૫૦ વર્ષથી વધુ ઉંમરના) રમતવીરો કે જેમણે યુવાન વયે પોતાની કારકિર્દી દરમ્યાન ૩૫ વર્ષની ઉંમર સુધી સરકારશ્રી દ્વારા યોજવામાં આવતી તથા રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાના માન્ય ફેડરેશન દ્વારા જે તે સમયે યોજવામાં આવેલ હોય તેવી જે તે રમતની તમામ ઓલમ્પિક રમતો અને પારંપરિક રમતો જેવી કે કબડ્ડી, ખોખો, યોગાસન અને મલખમ જેવી રમતોમાં રાષ્ટ્ર કક્ષાએ વ્યક્તિગત કે સાધિક રમતમાં ગોલ્ડ, સિલ્વર કે બોન્ઝ મેડલ મેળવેલ હોય કે રાજ્ય તરફથી નેશનલ માટે મોકલાયેલ ટીમના તે સભ્ય હોય તેવા રમતવીરોને પાત્ર ગણવામાં આવશે. તથા સરકારશ્રીમાં ફરજ બજાવી નિવૃત્ત થયેલ હોય તથા અન્ય જગ્યાએથી જો નાણાકીય લાભ મેળવતા હોય તો તેઓશ્રી જો સરકારશ્રી દ્વારા અન્ય લાભો મેળવતા હોય તો એક વ્યક્તિને બે લાભ આપી શકાશે નહી. આ યોજના અન્વયે પાત્રતા ધરાવતા રમતવીરને આવકની કોઈ મર્યાદા વગર તેઓને માસિક રૂ.૩૦૦૦/- ની રકમ માસિક ધોરણે ચુકવાશે.
આ યોજના અંતર્ગત પાત્રતા ધરાવતા નિવૃત રમતવીરોએ તેમની નિયત નમુનામાં અરજી ફોર્મ જિલ્લા રમત વિકાસ અધિકારી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ભરૂચની કચેરી, ૮/૯ માંગલ્ય કોમ્પ્લેક્ષ, કલેકટર કચેરી સામે,શક્તિનાથ રોડ,ભરૂચ ખાતેથી મેળવી જરૂરી આધાર-પુરાવા સાથે બે નકલમાં તા.૧૫/૦૯/૨૦૧૩ સુધીમાં રૂબરૂ મોકલી આપવાની રહેશે. તેમ જિલ્લા રમત વિકાસ અધિકારી જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ભરૂચ દ્નારા મળેલી અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું.
ભરૂચ ચાણક્ય સમાચાર.