ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના એક ગામમાં માતા અને દોઠ વર્ષની બાળકીનું સુખદ મિલન કરાવતું અભ્યમ મહિલા હેલ્પલાઇન
ભરૂચ- શુક્રવાર- મહિલાના સાસરી પક્ષ વાળા પિયરમાં આવી તેઓની દોઢ વર્ષની બાળકી જબરદસ્તી લઇ લીધી છે અને
આપવાનાં પાડે છે. મહિલાએ ભરૂચની અભ્યમ મહિલા હેલ્પલાઇન ટીમની મદદ માટે ટેલિફોનિક જાણ કરી હતી.
૧૮૧ અભ્યમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી કાઉન્સિલર દ્વારા કાઉન્સિલગ કરતા જાણવા મળેલ કે લગ્નનાં ૬ વર્ષ એક
છોકરો અને બાળકી દોઢ વર્ષની છે. ફરિયાદી પરિણિતાએ જણાવ્યું હતું કે, પતિ પત્નિ વચ્ચે નાની મોટી બાબતે ઝગડો થાય, પતિ
નશો કરી આવી વ્હેમ કરી મારઝૂડ કરે છે. પતિને ખેંચ આવતી હોવાથી કોઈ કામ ધંધો કરતા નથી અને સાસુ અને નણંદ છોકરાંઓનું
ધ્યાન રાખે છે. મને પિયરમાં મૂકી જતા હું દોઢ મહિનાથી પિયરમાં જ રહુ છું. પતિ ને ખબર પડી કે હું ગામમાં બીજાંનાં ઘરે ઘરકામ
કરવાં જાઉ છું. તેમ જણાય આવતા પતિએ ઉશ્કેરાયને નશો કરી પિયરમાં વ્હેમ કરી ફરી મારઝૂડ કરી હતી. મકાન વાળાને રાખી લેજે
તેવો પતિ વ્હેમ કરી સતત મારઝૂડ અને હેરાનગતિ કરે છે. બીજીતરફ સાસુએ જબરદસ્તી દોઢ વરસની બાળકીને છીનવી લીધી હતી.
આ વાત બાદ ૧૮૧ અભ્યમ ટીમ અસરકારતાથી સાસુ પતિ પત્નીનું કાઉન્સિલગ કરી સરપંચની હાજરીમાં રાજી
ખુશીથી સંમતિથી દોઢ વર્ષની બાળકી અપાવી હતી. માતાને હક છે જેથી બાળકીનું સારસંભાળ રાખી શકે. આમ માતાને બાળકીનું
સુખદ મિલન કરાવ્યુ અને પતિને કોર્ટેમાં બોલાવશે તે મુજબ કાર્યવાહિ થશે તેમ કાયદાકિય માહીતી આપીને ભરૂચ જિલ્લાના વાલિયા
તાલુકાના એક ગામમાં માતા અને દોઠ વર્ષની બાળકીનું સુખદ મિલન અભ્યમ મહિલા હેલ્પલાઇન ટીમે કરાવ્યું હતું.
