ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ ની ક્લમ-૩૩(૧)(બી) અન્વયે જાહેરનામુ

અંકલેશ્વર થી રાજપીપલા રસ્તા ઉપર કાવેરી નદી પર આવેલાં બ્રીજનું સમારકામ કરવામાં આવતા તા. ૧૮ મે ૨૦૨૩
થી તા. ૨૮ મે ૨૦૨૩ સુધી બ્રીજ પરથી તમામ પ્રકારનો વાહનોની અવર જવર ૫૨ સંપૂર્ણ પ્રતિબંધ
ભરૂચ – ગુરુવાર – અંકલેશ્વર – રાજપીપલા રસ્તા ઉપર કી.મી. ૧૪/૦૦ થી ૧૫/૦૦ વચ્ચે કાવેરી નદી પર મેજર
બીજ આવેલ છે. આ બ્રીજ સને ૧૮૬૮-૬૯ માં બનાવામાં આવ્યો હતો. આ બીજ પરથી ભારે તથા હલકા વાહનો
પસાર થાય છે. સદર બ્રીજ જુનો હોવાથી પુલના બેરીંગના પેડેસ્ટલને રીપેરીંગ કરવાનુ થતુ હોઈ તા.૧૮ મે ૨૦૨૩ થી
તા. ૨૮ મે ૨૦૨૩ સુધી બ્રીજ પરથી તમામ પ્રકારનો વાહનોની અવર- જવર ૫૨ સંપૂર્ણ પ્રતિબંધ મુકવા દરખાસ્ત મળેલ
છે.
તે સાથે અંકલેશ્વર – રાજપીપલા રસ્તા ઉપર ટ્રાફીકની અવર -જવર પર પ્રતિબંધ મુકી રૂટ ડાવર્ઝન આપવો
આવશ્યક છે. તેથી બ્રીજના રીપેરીંગના કામ અર્થે તમામ પ્રકારના વાહનોની અવર જવર ન થાય અને કોઈ બનાવ કે
દુર્ઘટના ન બને તે માટે બ્રીજ પરથી પસાર થતા તમામ પ્રકારના વાહનોની સંપૂર્ણ બંધ કરવી આવશ્યક છે.
એન.આર.ધાધલ, અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ, ભરૂચ ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ ની કલમ-
૩૩(૧)(બી) અન્વર્ષે મળેલ સત્તાની રૂ એ તા.૧૮ મે ૨૦૨૩ થી તા.૨૮ મે ૨૦૨૩ સુધી જાહેર જનતાની સુવિધા અને
સલામતી માટે અંકલેશ્વર – રાજપીપલા રસ્તા ઉપર કી.મી. ૧૪/ ૦૦ થી ૧૫/ ૦૦ વચ્ચે કાવેરી નદી પર આવેલ બ્રીજના
બંને તરફથી પસાર થતાં તમામ પ્રકારના વાહનનોની સંપૂર્ણ અવર જવર બંધ કરવા આથી હુકમ કરવામાં આવે છે.
આ રસ્તો બંધ થવાથી વૈકપિક વ્યવસ્થા તરીકે નીચે જણાવેલ રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે.
૧) ઝઘડીયા તરફથી આવતા વાહનો વાલીયા ઝધડીયા રસ્તાથી વંઠેવાડ થઈ સેલોદ થઈને જી.આઈ.ડી.સી. ફુલવાડી,
કપલસાડી થઈને બોરોસીલ નાનાસાજા ત્રણ રસ્તા તરફ જઈ શકશે.
૨) ઝઘડીયા તરફ જતા વાહનો વાલીયા–ઝઘડીયા રસ્તે થઈ નાનાસાંજાથી જઈ શકશે.
વધુમાં આ જાહેરનામાના આદેશનું ઉલ્લંઘન કરનાર ઈસમ ભારતીય ફોજદારી ધારા કલમ ૧૮૮ અને ગુજરાત
પોલીસ અધિનિયમ કલમ ૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે. તેમ અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ,એન.આર.ધાધલ ભરૂચ તરફથી
મળેલી એક અખબારી યાદીમાં જણાવામાં આવ્યુ હતુ.