જિલ્લાના સમાહર્તા શ્રી તુષાર સુમેરાએ ભરૂચના ખેલાડીને પ્રશસ્તિપત્ર અર્પણ કરી અભિનંદન પાઠવ્યા

જિલ્લાના સમાહર્તા શ્રી તુષાર સુમેરાએ ભરૂચના ખેલાડીને પ્રશસ્તિપત્ર અર્પણ કરી અભિનંદન પાઠવ્યા
**
ડૉ. નિલેશ દેસાઈએ સિંગલ્સ અને ડબલ્સમાં ગોલ્ડ મેડલ અને IMAની ગોલ્ડ સ્પર્ધામાં રાજ્યકક્ષાએ ગોલ્ડ મેડલની સિધ્ધી હાંસલ કરી હતી
૦૦૦
ભરૂચ- ગુરુવાર- ભરૂચ જિલ્લાના ડૉ. નિલેશ દેસાઈએ ગુજરાતમાં ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યું છે. તાજેતરમાં નાશિક ખાતે યોજાયેલ આઈ.ટી.એફ વર્લ્ડ ટેનીસ માસ્ટર્સ ટુર ટુર્નામેન્ટમાં અબોવ- ૪૫ના વયજૂથમાં સિંગલ્સ અને ડબલ્સમાં ગોલ્ડ મેડલ અને IMAની સ્પર્ધામાં રાજ્યકક્ષાએ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. આ સિદ્ધિ બદલ ડૉ. નિલેશ દેસાઈને ભરૂચ કલેક્ટર શ્રી તુષાર સુમેરાએ પ્રશસ્તિપત્ર આપી અભિનંદન પાઠવ્યા હતા
