જિલ્લાની તમામ કિશોરીઓને ગુણાત્મક તાલીમ થકી આદર્શ કિશોરી બનવાની અનોખી સી એસ આર પહેલ.
″કિશોરી ઉત્કર્ષ″ પહેલ અંતર્ગત કિશોરી પ્રોત્સાહન સમારોહ જિલ્લા કલેકટર શ્રી તુષાર સુમેરાના અધ્યક્ષપદે યોજાયો
ઝઘડિયા ઈન્ડસ્ટ્રીયલ એસોસિયેશન હોલ ખાતે કિશોરી ઉત્કર્ષ હેઠળ આદર્શ કિશોરી તથા ગ્રામ કિશોરીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા
ભરૂચ:બુધવાર: જિલ્લાની તમામ કિશોરીઓને ગુણાત્મક તાલીમ થકી આદર્શ કિશોરી બનવાની અનોખી સી એસ આર પહેલ
″કિશોરી ઉત્કર્ષ″ પહેલ અંતર્ગત કિશોરી પ્રોત્સાહન સમારોહ ઝઘડિયા ઈન્ડસ્ટ્રીયલ એસોસિયેશન હોલ ખાતે જિલ્લા કલેકટર શ્રી
તુષાર સુમેરાના અધ્યક્ષપદે યોજાયો હતો.
અધ્યક્ષપદેથી જિલ્લા કલેકટર શ્રી તુષાર સુમેરાએ આજની કિશોરીએ ભવિષ્યમાં સમાજના વિવિધ ક્ષેત્રમાં સફળતાપૂર્વક નેતૃત્વ કરી
શકે તે માટે તેમને કિશોરઅવસ્થામાં જ સરકારશ્રીની વિવિધ યોજનાઓ તથા સાપ્રંત સમય મુજબ શિક્ષણ તથા ગુણાત્મક તાલીમ
આપીને આદર્શ કિશોરીઓની પસંદગી કરેલ છે.
આ આદર્શ કિશોરીઓ તરફથી ભવિષ્યમાં સમાજલક્ષી સારા કાર્યની જિલ્લા કલેકટરશ્રી એ આશા સાથે આ પહેલ સમગ્ર જિલ્લામાં
વ્યાપ વધારવાની નેમ પણ વ્યક્ત કરી હતી
આ પ્રસંગે કિશોરી ઉત્કર્ષ હેઠળ પસંદ કરાયેલ કિશોરીઓએ ઉત્કર્ષ પહેલ અંતર્ગત તેમનાં જીવનમાં આવેલ પરિવર્તનો લોકો સમક્ષ રજુ
કર્યા હતા.
આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી શ્રીમતી સ્વતિબહેને તથા શ્રી રામ ફાઉન્ડેશનના અગ્રણીઓએ પ્રેરક ઉદ્બોધન કર્યું હતું
આ પ્રસંગે ઝઘડિયા હોલ ખાતે કિશોરી ઉત્કર્ષ હેઠળ આદર્શ કિશોરી તથા ગ્રામ કિશોરીને પ્રોત્સાહિત રકમના ચેક તથા મોમેન્ટો
આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી જે એસ દુલેરા,ઝઘડિયા પ્રાંત અધિકારીશ્રી, મામલતદારશ્રી તથા સીએસઆર કંપનીઓ
જેવી કે શ્રીરામ ફાઉન્ડેશન તથા ભારત કેર કંપનીના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચ ચાણક્ય સમાચાર.
સમાચાર આપવા માટે આ નંબર સંપર્ક કરો.WhatsApp No. 77789 49800
Download this app now:https://play.google.com/store/apps/details?id=com.aaaos.chanakyamedianetwork