ભરૂચ જિલ્લામાં ખેલ મહાકુંભ યોજાશે તા.૧૦ જાન્યુઆરી ૨૦૨૪થી તાલુકાકક્ષાની સ્પર્ધાઓ અને તા.૨૨ મી જાન્યુઆરી ૨૦૨૪એ જિલ્લાકક્ષાની સ્પર્ધાઓ યોજાશે.

0

ભરૂચ: બુધવાર :- ગુજરાત સરકારશ્રીના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હસ્તકના સ્પોર્ટસ ઓથોરિટી ઓફ
ગાંધીનગર દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ રમતક્ષેત્રના વિકાસ માટે ખેલ મહાકુંભ યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે.
રમતક્ષેત્રના વિકાસ સાથોસાથ ખેલકુદના વાતાવરણના નિર્માણ સહિત નવીન પ્રતિભાઓની શોધ તેમજ સ્વાસ્થ્ય જાગૃતિ માટે ખેલ
મહાકુંભનું ભરૂચ જિલ્લામાં પણ આયોજન કરવામાં આવશે.

ખેલ મહાકુંભનું શાળા/ગ્રામ્ય, તાલુકાકક્ષા તેમજ જિલ્લાકક્ષા એમ તબક્કાવાર આયોજન કરવામાં આવશે. જે અંતર્ગત ભરૂચ
જિલ્લામાં ખેલ મહાકુંભની સ્પર્ધા શાળા/ગ્રામ્યકક્ષાએથી તા.૧૦મી જાન્યુઆરી ૨૦૨૪ થી તાલુકાકક્ષાની સ્પર્ધા તથા તા.૨૨મી
જાન્યુઆરી ૨૦૨૪એ જિલ્લાકક્ષાની સ્પર્ધા યોજાશે. આ ઉપરાંત વિગતવાર કાર્યક્રમ તારીખ અને સ્થળ ખેલ મહાકુંભની વેબસાઈટ
www.khelmahakumbh.gujarat.gov.in ઉપર જોઈ શકાશે.

વધુ માહિતી માટે જિલ્લા રમત વિકાસ અધિકારી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, ભરૂચનો સંપર્ક કરવા અંગે જિલ્લા રમત વિકાસ
અધિકારીશ્રી તરફથી મળેલ અખબારી યાદીમાં જણાવાયું છે.

ભરૂચ ચાણક્ય સમાચાર.

સમાચાર આપવા માટે આ નંબર સંપર્ક કરો.

WhatsApp No. 77789 49800

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed