*વિમુક્ત, વિચરતી અને અર્ધ વિચરતી સમુદાયો માટે વિકાસ અને કલ્યાણ બોર્ડ (DWBDNC ) ના સભ્ય શ્રી ભરતભાઈ પટણીએ ભરૂચ જિલ્લાના ઉપરાલી ગામે લાભાર્થીઓની મુલાકાત કરી*
ભરૂચ- શુક્રવાર- વિમુક્ત, વિચરતી અને અર્ધ વિચરતી સમુદાયો માટે વિકાસ અને કલ્યાણ બોર્ડ (DWBDNC), સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયના ભારત સરકારના સભ્યશ્રી ભરતભાઈ પટણીએ આજરોજ ભરૂચ જિલ્લાના ઉપરાલી ગામે વિમુક્ત, વિચરતી અને અર્ધ વિચરતી સમુદાયોના લાભાર્થી સાથે મુલાકાત કરી હતી. લાઈઝનીંગ અધિકારીઓને માર્ગદર્શક સકારાત્મક સૂચનો કર્યો હતા.
આ તબક્કે, ગામના સરપંચ, તલાટીશ્રી, સમાજ કલ્યાણ અધિકારીશ્રી, સર્કલ ઓફીસર તેમજ આગેવાનો હાજર રહ્યા હતા.