જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” તેમજ “રવી કૃષિ મહોત્સવ-૨૩” ના આયોજન અંગે બેઠક યોજાઈ.

ભરૂચ – ગુરુવાર- ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પાંચ રથ મારફતે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” શરૂ થનાર છે તેમજ આજથી બે દિવસીય “રવી કૃષિ મહોત્સવ-૨૩” સાથે સેવાસેતુનો પણ પ્રારંભ થનાર છે, ત્યારે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અને “રવી કૃષિ મહોત્સવ-૨૩ અન્વયે જિલ્લાના વિવિધ આયોજન અંગે જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી.
કલેક્ટરશ્રી તુષાર સુમેરાએ મિટિંગમાં તાલુકાવાર વિવિધ આયોજનો અંગે અધિકારીઓ પાસેથી વિગતવાર માહિતી મેળવી
હતી. જિલ્લા તેમજ તાલુકા કક્ષાના સંબંધિત અધિકારીઓને ગ્રામ્ય સ્તરે નિયામાનુસાર તમામ લાયક લાભાર્થીઓને યોજનાના લાભ વિતરણનો લક્ષ્ય સિદ્ધ કરવા માટે સઘન પ્રયત્નો કરવા સૂચના આપી હતી. અને રથ આગમન અને કાર્યક્રમ વખતે વિવિધ વિભાગોના સ્ટોલ અને લાભ વિતરણ વ્યવસ્થા અંગેની સુયોગ્ય વ્યવસ્થા કરવા તાકીદ કરી હતી.
તે ઉપરાંતઆજથી “રવી કૃષિ મહોત્સવ-૨૩” સાથે સેવાસેતુ કાર્યક્રમ પણ ભરૂચના તમામ તાલુકાઓમાં શરૂઆત થઈ રહી છે. તેની તમામ વિગતો અંગે જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી પ્રવિણ માડાંણીએ વિગતો આપી હતી,
જિલ્લા કલેક્ટર શ્રી તુષાર સુમેરાએ થયેલા આયોજન સંદર્ભે સમીક્ષા કરી વ્યવસ્થા જળવાઈ તે માટે તાકીદ કરી હતી. તેમજ
કૃષિ તાલુકા અને જિલ્લા સ્તરે સ્થાનિક પદાધિકારીઓ અને વિવિધ સામાજિક સંગઠનોના આગેવાનોને રથ સ્વાગત તેમજ કૃષિ મહોત્સવમાં આમંત્રિત કરવા તથા સોશિયલ મીડિયા દ્વારા પ્રચાર કરવા અને લોકભાગીદારી સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી.
આ બેઠકમાં ભરૂચ જિલ્લાના ધારાસભ્ય સર્વેશ્રી રમેશભાઈ મિસ્ત્રી, ડી. કે. સ્વામી, રીતેશભાઈ વસાવા, અરૂણસિંહ
રણા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશભાઈ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી. આર.જોષી જિલ્લા પોલીસ વડા શ્રી મયુર ચાવડા, અધિક નિવાસી કલેક્ટર શ્રી એન.આર.ધાધલ સહિત સંબંધિત વિભાગના જિલ્લા કક્ષાના વરિષ્ઠ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.




સમાચાર આપવા માટે આ નંબર સંપર્ક કરો.
WhatsApp No. 77789 49800
ભરૂચ ચાણક્ય સમાચાર