ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ -૩૩ ( ૧) બી અન્વયે જાહેરનામું
૨૮ સપ્ટેમ્બર ૨૦૨૩ ના રોજ સવારના કલાક ૦૯:૦૦ કલાકથી રાત્રીના ૨૪:૦૦ સુધીમાં ભરૂચ શહેરમાં ગણેશજીની મૂર્તિ વિસર્જન માટે વાહન વ્યવહાર ડાયવર્ટ કરાયો
ભરૂચ- બુધવાર- ભરૂચ જિલ્લામાં ભરૂચ શહેરમાં ગણેશજીની મૂર્તિ વિસર્જન તા, ૨૮/૦૯/૨૦૨૩ ના રોજ કલાક
૦૯:૦૦ કલાકથી ૨૪:૦૦ સુધીમાં નિકળનાર છે. ભરૂચ શહેર ‘સી’ ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં
સ્થાપના શોભાયાત્રાઓ કાઢવામાં આવતી હોઈ જાહેર જનતાની સલામતી અને સગવડતા તેમજ ટ્રાફિક નિયમન જળવાઈ
રહે તે સારૂ તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તે સારૂ બંદોબસ્તની ફરજ ઉપર રોકાયેલ અધિકારી/કર્મચારી
પરિસ્થિતી મુજબ અનુરૂપ વાહન વ્યવહાર ડાયવર્ટ કરવો આવશ્યક જણાય છે.
એન.આર.ધાધલ, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, ભરૂચ ને સને-૧૯૫૧નાં ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-
૩૩(૧)(બી) અન્વયે મળેલ સત્તાની રૂ એ, જાહેર જનતાની સલામતી અને સગવડતા તેમજ કાયદો અને વ્યવસ્થા
જળવાઈ રહે તે સારૂ નીચે મુજબ વાહન વ્યવહાર ડાયવર્ટ કરવા આથી હુકમ કરવામાં આવે છે.
(૧) તા.૨૮/૦૯/૨૦૨૩ ના રોજ કસક સર્કલથી ઝાડેશ્વર ચોકડી સુધી જવાના રસ્તા ઉપર સવારના કલાક ૧૦:૦૦ થી
રાત્રીના કલાક ૨૪:૦૦ સુધી ફકત શોભાયાત્રાઓ જઈ શકશે. ઉકત રસ્તો બંધ થવાથી રૂટ પરનો વાહન વ્યવહાર ઝાડેશ્વર
ચોકડી થી કસક સર્કલ તરફ જતા રસ્તા ઉપર એટલે કે એક જ રૂટ પર આવતા જતા વાહનો અવર જવર કરી શકશે.
(૨) તા.૨૮/૦૯/૨૦૨૩ ના રોજ સવારના કલાક ૦૯:૦૦ થી રાત્રીના ૨૪:૦૦ કલાક સુધી ભરૂચ શહેરનાં ઝાડેશ્વર
ચોકડીથી શીતલ સર્કલ સુધી તેમજ શીતલ સર્કલથી ઝાડેશ્વર ચોકડી સુધી તમામ પ્રકારના મોટા માલ વાહક હેવી કોમર્શીયલ વ્હીકલ, ખાનગી લકઝરી બસો, મીની બસો વિગેરે (સીટી બસ તથા સ્કૂલ બસ સિવાય) વાહનોની અવર જવર ઉપર પ્રતિબંધ મુકવામાં આવે છે. સદર વાહનો ઝાડેશ્વર ચોકડીથી નર્મદા ચોકડી થઈ એ.બી.સી. સકલ તરફ જઈ શકો.
આ હુકમનું ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરના પગલા ભરવામાં આવશે. તેમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ભરૂચની
અખબારીયાદીમાં જણાવવામાં આવ્યું હતું.
ભરૂચ ચાણક્ય સમાચાર.
WhatsApp No : 9998386006