ભરૂચ નગરપાલિકા દ્વારા સફાઈની કામગીરી બાદ વ્હીકલ માઉન્ટેડ મશીન દ્વારા ફોગીંગ
ભરૂચ-ગુરુવાર- જિલ્લામાં પૂર બાદ રાહત બચાવ અને આરોગ્ય વિષયક સુવિધાઓ માટે યુધ્ધના ધોરણે જિલ્લા વહીવટીતંત્ર દ્નારા કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે. ભરૂચ નગર પાલિકા વિસ્તારના દાંડિયાબજાર, ધોળીકુઇ, કબીરપુરા, ખત્રીવાડ, બરહાનપુરા, રોટરી ક્લબ,ઝૂંપડપટ્ટી,મારુફલિયુ,ઘીકુડિયા,કસક સાંઈમંદિર, મકતમપુર ગામ,દરગાહ ફળિયું, નારાયણ પાર્ક, વિનય પાર્ક,સદત નગર, સદત નગર કોમ્પ્લેક્સ, સિવિક સેન્ટર, મુખ્ય રોડ, મેલડી માતા મંદિર પોસ્ટ ઓફિસ ફળિયું, નર્મદા બંગલો, કોઠી ભીલવાડો વગેરે જેવા વિસ્તારોમાં સફાઈની કામગીરી બાદ વ્હીકલ માઉન્ટેડ મશીન દ્વારા ફોગીંગ કરવામાં આવી રહ્યું છે.





ભરૂચ ચાણક્ય સમાચાર.
