દેશ માટે બલિદાન આપનારા વીરોને સમર્પિત “મારી માટી,મારો દેશ ” અભિયાનની ઉજવણી જંબુસર ખાતે ભરૂચ જિલ્લા પ્રમુખ શ્રીમતી અલ્પાબેન પટેલના અધ્યક્ષતામાં યોજાશે
ભરૂચ: બુધવાર: રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તેમજ કમિશરશ્રી,યુવક સેવા અને
સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર દ્નારા આયોજીત અને જિલ્લા રમતગમત અધિકારીશ્રીની કચેરી તથા જિલ્લા વહીવટીતંત્ર, ભરૂચદ્વારા સંચાલિત આઝાદી કા અમૃત મહોત્સવ અંર્તગત “મારી માટી, મારો દેશ” માટીને નમન, વીરોને વંદન દેશ માટે બલિદાનઆપનારા વીરોને સમર્પિત અભિયાન હેઠળ સાંસ્કૃતિક કાર્યક્રમ ભરૂચ જિલ્લા પ્રમુખ શ્રીમતી અલ્પાબેન પટેલના અધ્યક્ષતામાંયોજાનાર છે.
આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે જંબુસરના ધારાસભ્ય શ્રી ડી.કે.સ્વામી, તેમજ જંબુસર નગર પાલિકા પ્રમુખ શ્રીમતી ભાવનાબેન રાગી, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી અંજુબેન સિંઘા વગેરે ઉપસ્થિત રહેશે.
કાર્યક્રમ : મારી માટી,મારો દેશ સાંસ્કૃતિક કાર્યક્રમ
સ્થળ : સ્વરાજ ભવન, જંબુસર જિ.ભરૂચ
તારીખ અને સમય: ૧૦ ઓગષ્ટ ૨૦૨૩ સવારે ૧૧ :૦૦ કલાકે

ભરૂચ ચાણક્ય સમાચાર.