ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ -૩૩ ( ૧) બી અન્વયે જાહેરનામું

0

૨૮ સપ્ટેમ્બર ૨૦૨૩ ના રોજ કલાક ૦૮:૦૦ કલાકથી ૨૪:૦૦ સુધીમાં અંકલેશ્વર શહેર વિસ્તારમાં ગણેશજીની મૂર્તિ વિસર્જન માટે વાહન વ્યવહાર ડાયવર્ટ કરાયો

ભરૂચ જિલ્લાનાં અંકલેશ્વર શહેરમાં ગણેશજીની મૂર્તિ વિસર્જન શોભાયાત્રા તા.૨૮/૦૯/૨૦૨૩ નાં રોજ કલાક
૦૮:૦૦ થી કલાક ૨૪:૦૦ સુધીમાં નિકળનાર છે. સદર શોભાયાત્રા અંકલેશ્વર શહેર વિસ્તારમાં તા.૨૮/૦૯/૨૦૨૩નાં
રોજ અંકલેશ્વર હાંસોટ મેઈન રોડ ઉપર આવેલ ચૌટા નાકા ખાતે શોભાયાત્રામાં જોડાનાર ગણપતિ આયોજકો ભેગા થઈ
પ્રવેશ કરી ચૌટાબજાર,હનુમાન ડેરી, બજરંગ હોટલ, સમડી ફળીયા, ચોકસી બજાર,ગોયા બજાર, દેસાઈ ફળીયા, જોષીયા
ફળીયા, પંચાયતી વાડ, સાંઈ મંદિર,ભરૂચીનાકા સુધી શોભાયાત્રા નિકળે છે અને ત્યારબાદ મેઈન રોડ ઉપર થઈ રામકુંડ
કૃત્રિમ તળાવ હસ્તિ તળાવ ખાતે મૂર્તિ વિસર્જન કરવા માટે રવાના થાય છે. અંકલેશ્વર- હાંસોટ રોડ ઉપર હજારોની
સંખ્યામાં લોકો આ શોભાયાત્રામાં ભાગ લેવા તથા દર્શનનો લાભ લેવા ભેગા થાય છે. જેથી આ શોભાયાત્રા દરમ્યાન ટ્રાફીક
નિયમનને અડચણરૂપ ન થાય તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર જાહેર જનતાની માટે વાહન વ્યવહાર
પર નિયંત્રણ મૂકવું આવશ્યક જણાય છે.

એન.આર.ધાધલ, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, ભરૂચને સને-૧૯૫૧ નાં ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૩૩(૧)(બી)
અન્વયે સત્તાની રૂ એ, અંકલેશ્વર શહેરમાંથી પસાર થતા વાહનો તા.૨૮/૦૯/૨૦૨૩ નાં રોજ ૦૮:૦૦ કલાકથી ૨૪:૦૦ કલાક સુધી જાહેર જનતાની સલામતી અને સગવડતા માટે નીચે જણાવ્યા મુજબ વાહન વ્યવહાર ડાયવર્ટ કરવા આથી હુકમ કરવામાં આવે છે.

(૧) સુરત હાંસોટથી અંકલેશ્વર આવતા નાના વાહનો એશિયાડનગરથી સર્વોદય સોસાયટી, કસ્બાતીવાડ,કાગદીવાડથી
ગુજરાત ગેસ ચાર રસ્તાથી આદર્શ સ્કુલ થઈ પીરામણ નાકા તરફ જઈ શકશે તેમજ મોટા વાહનો ગામ. સાહોલ, તા.
હાંસોટથી કીમ ને.હા.નં. ૮ તરફ જઈ શકશે.
(૨) રાજપીપલા ચોકડીથી આવતા મોટા વાહનો જીતાલી જકાતનાકા (ઓ.એન.જી.સી. ટાઉનશીપ) થી વાલીયા ચોકડીથી
સુરત તરફ જઈ શકશે.
(૩) જુના નેશનલ હાઈવે નંબર ૮ ઉપર અંકલેશ્વર થી ભરૂચ તરફ જતા વાહનો ગડખોલ પાટીયાથી
અંદાડા,સામોર,માંડવા થઈ નેશનલ હાઈવે નં. ૪૮ તરફ જઈ શકશે.

આ હુકમ પોલીસ કે બીજા સરકારી અધિકારી કે જે પોતાની ફરજો અંગે બંદોબસ્ત માટે વાહન લઈને ફરતા
હશે તેઓને તેમજ ગણપતિ વિસર્જનની શોભાયાત્રામાં ગણપતિજીની પ્રતિમા બેસાડેલ / ગોઠવેલ હોય તેવા વાહનોને
બંધનકર્તા રહેશે નહિ.

આ હુકમનું ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરના પગલા ભરવામાં આવશે. તેમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ભરૂચની
અખબારીયાદીમાં જણાવવામાં આવ્યું હતું.

ભરૂચ ચાણક્ય સમાચાર.

WhatsApp No : 9998386006

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *