...

ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ ની કલમ-૩૩(૧)(બી) અન્વયે જાહેરનામું.

0

૦૫ ફેબ્રુઆરી ૨૦૨૪ ના રોજ ૦૦:૦૦ કલાકથી તા.૦૪ મે ૨૦૨૪ ના રોજ ૨૪:૦૦ કલાક સુધી ૩ માસ માટે નર્મદામૈયા બ્રિજ
ઉપરથી પસાર થતાં તમામ પ્રકારના ભારે તથા અતિભારે વાહનો માટે અવર-જવર પર પ્રતિબંધ.

ભરૂચ- મંગળવાર- ગુજરાત સરકારશ્રી દ્વારા તા.૧૨/૦૬/૨૦૨૧ ના રોજ ગોલ્ડન બ્રીજને સમાંતર નવનિર્મીત નર્મદામૈયા બ્રીજનું
લોકાર્પણ કરી સામાન્ય જનતા માટે ખુલ્લો મુકવામાં આવેલ છે. નર્મદામૈયા બ્રીજ ટ્રાફિકનું ભારણ ઓછું કરવા માટે ઘણો સહાયક છે
અને સદર બ્રીજ ખુલ્લો મુકાતા ટ્રાફિકનું ભારણ નહીવત રહેવા પામ્યું હતું પરંતુ ઘણા સમયથી રાત્રીના સમયે ખાનગી મોટા વાહનો
જેવાં કે ખાનગી બસ, ટ્રક જેવા ભારે વાહનો સદર નર્મદામૈયા બ્રિજ પરથી પસાર થવાના કારણે નાના-મોટા અકસ્માતોમાં ખુબ જ
વધારો થવા પામ્યો છે.
ભરૂચ જીલ્લાના સામાન્ય નાગરીકો દ્રારા વિડીયો તથા ફોટા દ્રારા સદર બાબતે ફરીયાદ કરી રહયા છે. નર્મદામૈયા બ્રીજ ભરૂચ-
અંકલેશ્વર શહેરને જોડતો બ્રીજ હોય જેથી, ભરૂચ-અંકલેશ્વર ખાતે રોજીંદા નોકરીયાત તથા વેપારીઓ તથા સામાન્ય જનતા સદર
બ્રીજ પરથી પસાર થાય છે. એ.બી.સી સર્કલથી નર્મદામૈયા બ્રીજ તથા અંકલેશ્વર તરફથી અવર-જવર કરતાં ભારે વાહનો / મોટા
વાહનો જેવા કે લકઝરી બસો, ટ્રકો વિગેરેના કારણે ટ્રાફિકની સમસ્યા પણ રહે છે. એ.બી.સી સર્કલથી નર્મદામૈયા બ્રીજ સુધીમાં મોટી
હોટલો, કોમ્પલેક્ષ, મોલ તેમજ કોલેજો, બસ સ્ટેશન આવેલ છે. જેથી, આ ભારે તથા અતિભારે વાહનોની અવર-જવરના કારણે
જાનહાની થવાની પણ પુરતી સંભાવના રહેલ છે.
જેથી, નર્મદામૈયા બ્રીજ ઉપરથી ભારે તથા અતિભારે વાહનોની અવર-જવર ઉપર પ્રતિબંધ લાદવામાં આવે તો ટ્રાફિકની
સમસ્યા હલ થાય તેમ છે. તેમજ અકસ્માતના બનાવ ન બને તે માટે નર્મદામૈયા બ્રીજ ઉપરથી તમામ પ્રકારના ભારે તથા અતિભારે
વાહનોની અવર-જવર પર પ્રતિબંધ મુકવો આવશ્યક જણાતો હોય આમુખ-(૧) ના જાહેરનામાથી તા.૦૩/૦૨/૨૦૨૪ સુધી
નર્મદામૈયા બ્રીજ ઉપરથી ભારે તથા અતિભારે વાહનોની અવર-જવર ઉપર પ્રતિબંધ મુકતુ જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવેલ, જેની
મુદ્દત વધારવી જરૂરી જણાતી હોય, નીચે મુજબ હુકમ કરવામાં આવે છે.
ભરૂચ, ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ ની કલમ-૩૩(૧) (બી) અન્વયે મળેલ સત્તાની રૂએ તા.૦૫/૦૨/૨૦૨૪ ના રોજ
૦૦:૦૦ કલાકથી તા.૦૪/૦૫/૨૦૨૪ ના રોજ ૨૪:૦૦ કલાક સુધી ૩ માસ માટે નર્મદામૈયા બ્રિજ ઉપરથી પસાર થતાં તમામ
પ્રકારના ભારે તથા અતિભારે વાહનો જેવાં કે ખાનગી બસ, તમામ પ્રકારના ભારે ટ્રકો, ટેમ્પા, ટેન્કરોની ( ટુ વ્હીલર,ફોર વ્હીલર કાર,
શાકભાજી વહન કરતાં નાના લોડીંગ વાહનો તથા દૂધ વિતરણ સાથે સંકળાયેલા નાના લોડીંગ વાહનો સિવાય) ની અવર-જવર પર
પ્રતિબંધ મુકવા હુકમ કરવામાં આવે છે.

વધુમાં આપાતકાલીન સેવા માટેના વાહનો જેવાં કે એમ્બ્લ્યુલન્સ, ફાયર બ્રીગેડના વાહનો તેમજ એસ.ટી.બસોને
પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવે છે.

શિક્ષા
આ જાહેરનામા આદેશનું ઉલ્લંઘન કરનાર ઈસમ ભારતીય ફોજદારી ધારા કલમ ૧૮૮ અને ગુજરાત પોલીસ અધિનિયમ કલમ
૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે. તેમ જિલ્લા મેજીસ્ટ્રેટ ભરૂચ તરફથી મળેલી એક અખબારીયાદીમાં જણાવવામાં આવ્યું હતું.

ખેડૂતો ટેકાના ભાવે તુવેર અને ચણાનું વેચાણ કરી શકે તે માટે આગામી ૨૯-૦૨-૨૦૨૪ સુધી નાફેડના ઈ- સમૃધ્ધિ પોર્ટલ પર
અરજી કરી શકાશે.

ભરૂચ- મંગળવાર- ભારત સરકારશ્રી દ્વારા રવિ ૨૦૨૩-૨૪ તુવેર માટે રૂ. ૭૦૦૦ અને ચણા માટે રૂ. ૫૪૪૦ ટેકાનો ભાવ જાહેર
કરવામાં આવેલ છે. જે મુજબ ગુજરાત સરકાર દ્નારા ચાલુ સિઝન રવિ ૨૦૨૩-૨૪ માં ખેડૂતો ટેકાના ભાવે તુવેર અને ચણાનું
વેચાણ કરી શકે તે હેતુથી આયોજન કરેલ છે. જેથી આ વેચાણમાં રસ ધરાવતા ખેડૂતો તેઓની અરજી સ્થાનિક ગ્રામ પંચાયત કક્ષાએ
ઈ- ગ્રામ કેન્દ્રો પરથી VLE/ VCE મારફતે તા. ૦૫-૦૨-૨૦૨૪ થી ૨૯-૦૨-૨૦૨૪ દરમિયાન નાફેડના ઈ- સમૃધ્ધિ પોર્ટલ પર કરી
શકે તે રીતે વ્યવસ્થા કરેલ છે. જેથી જિલ્લાના તમામ ખેડૂતોને લાભ લેવા અપીલ કરવામાં આવે છે. તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી
જિલ્લા પંચાયત ભરૂચ દ્નારા મળેલી એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું.

ભરૂચ ચાણક્ય સમાચાર.

સમાચાર આપવા માટે આ નંબર સંપર્ક કરો.WhatsApp No. 77789 49800

Download this app now:https://play.google.com/store/apps/details?id=com.aaaos.chanakyamedianetwork

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.