મોબાઈલ/ સીમકાર્ડ ડીસ્ટ્રીબ્યુટર/રીટેઇલર વિક્રેતાઓ દ્વારા મોબાઇલ સીમકાર્ડ તેમજ જુના-નવા મોબાઇલ ફોન ખરીદ- વેચાણ કરતી વખતે સીમકાર્ડ તથા મોબાઇલ ફોન ખરીદનાર-વેચનાર વ્યક્તિના વિવિધ દસ્તાવેજો ચકાસી રજીસ્ટર નિભાવવા અંગે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી તરફથી પ્રસિધ્ધ કરાયેલું જાહેરનામું

0

ભરૂચ- શનિવાર:- જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એન આર ધાધલે તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામાં
ધ્વારા જિલ્લામાં આવેલ તમામ મોબાઈલ/ સીમકાર્ડ ડીસ્ટ્રી બ્યુરટર/રીટેઇલર વિક્રેતાઓ દ્વારા મોબાઇલ સીમકાર્ડ તેમજ
જુના-નવા મોબાઇલ ફોન ખરીદ-વેચાણ કરતી વખતે સીમકાર્ડ તથા મોબાઇલ ફોન ખરીદનાર-વેચનાર વ્યતક્તિનું માન્યમ ઓળખપત્ર, રહેઠાણનો પુરાવો વગેરે દસ્તાસવેજો ચકાસવા તેમજ સીમકાર્ડ તેમજ મોબાઇલ ખરીદ-વેચાણ સંદર્ભમાં ખરીદ-વેચાણ કરનારના નામ સરનામાની માહિતીનું નિયત નમૂનામાં રજીસ્ટકર નિભાવવા હુકમ ફરમાવ્યો છે. આ જાહેરનામાની અમલવારી તા.૨૬-૦૯-૨૩ થી દિન -૬૦ સુધી કરવાની રહેશે.

ઉકત જાહેરનામામાં દર્શાવ્યા મુજબ મોબાઇલ ખરીદતી વખતે વેપારીએ અનુક્રમ નંબર, મોબાઇલ ફોનની
વિગત/કંપની, IMEI નંબર, મોબાઇલ વેચનાર/ખરીદનારના નામ, સરનામાની વિગત અને આઇ.ડી. પ્રુફની વિગત વગેરે
વિગતો દર્શાવતું નિયત નમૂનામાં રજીસ્ટબર નિભાવવાનું રહેશે.

તદ્ઉપરાંત, નવા/જુના મોબાઇલ વેચતી વખતે વેપારીએ અનુક્રમ નંબર, મોબાઇલ ફોનની વિગત/કંપની, IMEI નંબર,
મોબાઇલ વેચનાર/ખરીદનારના નામ, સરનામાની વિગત અને આઇ.ડી. પ્રુફની વિગત વગેરે વિગતો દર્શાવતું નિયત
નમૂનામાં રજીસ્ટબર નિભાવવાનું રહેશે.

તેવી જ રીતે, નવું સીમકાર્ડ વેચતી વખતે વેપારીએ અનુક્રમ નંબર, સીમકાર્ડની વિગત/કંપનીનું નામ, સીમકાર્ડ નંબર,
સીમકાર્ડ ખરીદનારના નામ, સરનામાની વિગત, આઇ.ડી.

પ્રુફની વિગત અને સીમકાર્ડ ખરીદનારની સહી વગેરે વિગતો દર્શાવતું નિયત નમૂનામાં રજીસ્ટાર નિભાવવાનું રહેશે.

આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ – ૧૮૮ની જોગવાઈઓ મુજબ શિક્ષાને પાત્ર
થશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિઓ વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવા માટે જિલ્લામાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ
તથા તેનાથી ઉપરી પોલીસ અધિકારીશ્રીઓને અધિકૃત કરવામાં આવ્યાં છે.

ભરૂચ ચાણક્ય સમાચાર.

WhatsApp No. 77789 49800

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *