ભરૂચ નગરપાલિકા પ્રમુખશ્રીના અધ્યક્ષસ્થાને અમૃત ૨.૦ તેમજ DAY-NULM અંતર્ગત “જલ દિવાલી” કાર્યક્રમ યોજાયો

0

વોટર ટ્રીટમેન્ટ પ્રોસેસ, અમૃત યોજના, વોટર ક્વોલીટી મોનીટરીંગ અને પાણીના બગાડ કઈ રીતે અટકાવી શકાય તેના વિશે મહીલાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું

ભરૂચ- મંગળવાર- અમૃત ૨.૦ તેમજ DAY-NULM અંતર્ગત આજરોજ ભરૂચ નગરપાલિકા ખાતે જલ દિવાલી કાર્યક્રમ (ફેઝ-૧) યોજવામાં આવ્યો હતો. મહાનુભાવો દ્વારા NULM ના સેલ્ફ હેલ્પ ગૃપના પ્રત્યેક મહિલા સભ્યનું પુષ્પગુચ્છ થી સન્માન કરી કીટ વિતરણ કરાઈ હતી.

આ કાર્યક્રમમાં પ્રમુખશ્રી વિભૂતીબેન યાદવ તેમજ કારોબારી ચેરમેનશ્રી હેમેન્દ્ર પ્રજાપતિ દ્વારા કાર્યક્રમને અનુલક્ષી ઉપસ્થિત સખી મંડળની બહેનોને પાણીનો ઓછામાં ઓછો બગાડ કઈ રીતે અટકાવી શકાય તે માટે અધ્યક્ષપદેથી માર્ગદર્શન આપ્યું હતું. વધુમાં, વોટર વર્કસ વિભાગ દ્વારા વોટર ટ્રીટમેન્ટ પ્રોસેસ, અમૃત યોજના, વોટર ક્વોલીટી મોનીટરીંગ અને પાણીના બગાડ કઈ રીતે અટકાવી શકાય તે મુજબનું પ્રેઝન્ટેશન રજુ કરવામાં આવ્યું.

SHG ગૃપ મેમ્બર્સ (સખી મંડળ મહિલા સભ્યો) ને ભરૂચ નગરપાલિકા દ્વારા અયોધ્યા નગર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની વિઝીટ કરાવવામાં આવી હતી. આગામી સમયમાં SHG ગૃપ મેમ્બર્સ (સખી મંડળ મહિલા સભ્યો) દ્વારા શહેરમાં વોટર ક્વોલીટી મોનીટરીંગ માટેના સેમ્પલીંગની ટ્રેનિંગ આપવામાં આવશે તેમજ પાણીના બગાડના થાય તે માટે IEC એક્ટીવીટી હાથ ધરવામાં આવશે.

આ કાર્યક્રમમાં ઉપપ્રમુખ શ્રી અક્ષય પટેલ, વોટર વર્કસ અને ગટર કમિટિ ચેરમેનશ્રી, સમાજ કલ્યાણ કમિટિ ચેરમેનશ્રી, અન્ય કમિટિના ચેરમેનશ્રીઓ, સભ્યશ્રીઓ, SHG ગૃપ મેમ્બર્સ (સખી મંડળ મહિલા સભ્યો), કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા હતા.

સમાચાર આપવા માટે આ નંબર સંપર્ક કરો.

WhatsApp No. 77789 49800

ભરૂચ ચાણક્ય સમાચાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *