આગામી સમયમાં હજયાત્રા-૨૦૨૩ માટે જનારા તમામ હજબંધુઓ માટે વેક્સિનેશન કેમ્પનું આયોજન




કેમ્પનું સિવિલ હોસ્પિટલના ઓડિટોરિયમ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય જિલ્લા તબીબી અધિકારી જે.એસ.દુલેરા અને
જિલ્લા આરસીએચ અધિકારી શ્રીની અધ્યક્ષકતામાં આયોજન કરવામાં આવ્યું હતું. આ વેક્સીનેશન કેમ્પમાં હજયાત્રીઓને
અગમચેતીના ભાગરૂપે વેક્સિનેશન કરવામાં આવ્યું હતું. જ્યાં 60 વર્ષથી ઉપરના યાત્રીઓને ફ્લુની પણ રસી અપાઈ હતી. ભરૂચ
જિલ્લાના ૪૫૦ થી પણ વધુ હજયાત્રીઓને રસી લીધી હતી.
ભરૂચ ચાણક્ય સમાચાર.