વિશ્વ બાલિકા દિવસ અંતર્ગત ભરૂચમાં જિલ્લા કક્ષાએ ‘‘સશક્ત કિશોરી, સુપોષિત ગુજરાત’’ થીમ પર ‘કિશોરી મેળો યોજાશે

0

ભરૂચ જિલ્લામાં કિશોરી ઉત્કર્ષ માટે થયેલ નવીન પહેલ: કિશોરી ઉત્કર્ષ પહેલ

આજદિન સુધી કુલ ૪૧૮૦ કિશોરીઓને કુલ ૦૬ મોડ્યુલ્સ પર ગુણાત્મક શાળાકીય સ્તરે અને નિવાસી તાલીમ આપવામાં આવી

ભરૂચ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી અંતર્ગત

જિલ્લામાં વર્ષ ૨૦૨૨-૨૩માં ૫૬૭૫ દિકરીઓને ‘વ્હાલી દીકરી યોજના’નો લાભ અપાયો

સખી વન સ્ટોપ સેન્ટર ખાતે અત્યાર સુધી કુલ ૭૯૩ કિશોરીઓ-મહિલાઓને આશ્રય, કાયદાકીય મદદ, તબીબી અને પોલીસ સેવા તેમજ કાઉન્સેલિંગ કરાયુ

કિશોરી મેળામાં વિવિધ વિભાગોના સંકલનથી ૫ સ્ટોલ ઉભા કરી કિશોરીઓને સરકારી યોજનાઓ વિશે માહિતગાર કરાશે

ભરૂચ:મંગળવારઃ દર વર્ષે તા.૧૧ ઓક્ટોબરના દિવસે સંયુક્ત રાષ્ટ્રસંઘ મહાસભાએ કિશોરીઓના અધિકારોને માન્યતા આપવા અને તેમની સામેના આગવા પડકારો અંગે જાગૃતિ કેળવવા વર્ષ ૨૦૧૧થી દર વર્ષે ૧૧મી ઓક્ટોબરે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ કન્યાઓના શિક્ષણના અધિકારો, સલામતી અને મહત્વ વિશે જાગૃતિ લાવવા માટે ઉજવવામાં આવે છે.

રાજ્યમાં ‘બેટી બચાવો,બેટી પઢાવો’ અને પુર્ણા યોજના હેઠળ ‘સશક્ત કિશોરી, સુપોષિત ગુજરાત’ની થીમ પર ઉજવણી થઈ રહી છે. જેના અનુસંધાને ભરૂચ જિલ્લામાં તા.૧૧ થી ૧૩ ઓક્ટોબર દરમિયાન કિશોરી મેળાનું આયોજન હાથ ધરાશે.જેમાં ૧૧ ઓકટોબરે જંબુસર અને અમોદ, ૧૨ મી ઓક્ટોબરે વાગરા,ઝઘડિયા, નેત્રંગ, હાંસોટ તથા તા. ૧૩ મી ઓક્ટોબરે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ આયોજિત થનાર છે.

ભરૂચ ચાણક્ય સમાચાર.

WhatsApp No. 77789 49800

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *