નિયામકની અધ્યક્ષતામાં અમૃત સરોવરો અંગે સેમિનાર યોજાયો
ભરૂચ – મંગળવાર – ભરૂચ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી કચેરી ખાતે નિયામકશ્રીની અધ્યક્ષતામાં અમૃત સરોવરો અંગે
સેમિનાર યોજાયો હતો. ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ હેઠળ કાર્યરત મિશન અમૃત સરોવરના ઉદ્દેશ વિશે જનજાગૃતિ
લાવવા વિવિધ પ્રવૃત્તિઓ બાબતે પંચાયત પ્રતિનિધિઓ અને પંચાયત અધિકારીઓને સૂચનો અપાયા હતાં. તેમજ અમૃત
સરોવરોના સુશોભનની કામગીરી અને અમૃત સરોવર મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરવાની તાલીમ અપાઈ હતી.
સેમિનારના અંતે સૌએ સહભાગિતાની ખાતરી આપી હતી.
આ તકે અધિક જિલ્લા પ્રોગ્રામ કો-ઓર્ડીનેટરશ્રી એ. વી. ડાંગી, ડી.ડી.પી.સી. – પરેશભાઈ રામ, મનરેગા ટેકનિકલ
મદદનીશ સહિતના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
ભરૂચ ચાણક્ય સમાચાર