જિલ્લા આયોજન કચેરીના સભાખંડમાં આરએસી એન.આર.ધાધલના અધ્યક્ષસ્થાને E- REWA ડીઝાસ્ટર મેનેજમેન્ટ એપ્લિકેશનની ટ્રે્નિંગ યોજાઈ

0

જિલ્લા આયોજન કચેરીના સભાખંડમાં આરએસી એન.આર.ધાધલના અધ્યક્ષસ્થાને E- REWA ડીઝાસ્ટર મેનેજમેન્ટ એપ્લિકેશનની ટ્રે્નિંગ યોજાઈ

જિલ્લાના તમામ જવાબદાર અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા

ભરૂચ – શનિવાર- ભરૂચ ખાતે આજ રોજ જિલ્લા આયોજન કચેરીના સભાખંડમાં અધિક નિવાસી કલેક્ટર એન.આર.ધાધલના
અધ્યક્ષસ્થાને E- REWA ડીઝાસ્ટર મેનેજમેન્ટ એપ્લિકેશનની ટ્રે્નિંગ યોજાઈ હતી.
આ મિંટીગમાં જિલ્લાના તમામ અધિકારીઓ, કર્મચારીઓને E-REWA – એપ્લિકેશનની ડીઝાસ્ટર શાખા દ્વારા ટ્રે્નિંગ
આપવામાં આવી હતી. એપ હેઠળ જિલ્લા કક્ષાના અધિકારીઓ તથા તાલુકા મથકના વડાઓને આઈડી, પાસવર્ડ આપવામાં આવ્યા
છે. જેના દ્વારા તેઓ એપનો ઉપયોગ કરી શકશે.
અત્રે ઉલ્લેખનિય છે કે, E- REWA ડીઝાસ્ટર મેનેજમેન્ટ એપ્લિકેશનની Early Warning System ભરૂચ ખાતે
૦૧/૦૬/૨૦૦૩ થી કાર્યરત કરવામાં આવી છે. આ એપ અંતર્ગત સમગ્ર જિલ્લાના પુર, ભારે વરસાદ જેવી આપત્તીઓથી
અસરગ્રસ્ત વિસ્તારોને એક જ પ્લેટ ફોર્મ ઉપર આવરી લેવામાં આવ્યા છે.
વધુમાં, આ એપ્લિકેશનની અંતર્ગત ગરૂડેશ્વર થી પોઈચા અને પોઈચા થી ગોલ્ડન બ્રીજ સુધી આવનાર પાણીની સપાટી અંગે
ચોક્કસ પણે આગોતરી જાણ થઈ શકશે. જેના કારણે આગળથી જ રાહત અને બચાવની કામગીરી હાથ ધરી શકાશે. જિલ્લાના
તમામ જવાબદાર અધિકારીઓ, પ્રજા, પ્રતિનિધીઓ, આપદા મિત્રો, બચાવ કાર્યમાં આ એપ સાથે જોડાયેલા છે. ભયજનક સપાટી
આવ્યે થી એક સાથે જ એસએમએસ દ્વારા જાણકારી આપવામાં આવેશે. જે મુજબ ફરજ પરના અધિકારીઓ એલર્ટ થશે. જેવી
એપ્લિકેશનની અધિકારીઓ અને કર્મચારીઓને ડીઝાસ્ટર શાખા દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી હતી.

ટ્રેનિંગમાં જિલ્લાના તમામ જવાબદાર અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *