*ગોલ્ડન બ્રિજની આજે ૧૪૬મી વર્ષગાંઠ : આજે પણ અડીખમ…



ભરૂચ- મંગળવાર – ભરૂચ ખાતે અંગ્રેજ સર જોન હોક્શોએ ગોલ્ડન બ્રીજને ૭ ડિસેમ્બર ૧૮૭૭ થી બાંધકામ કરવાની શરૂઆત
કરી હતી. ૧૬ મે ૧૮૮૧ ના રોજ સંપૂર્ણ બનીને તૈયાર થઇ ગયો હતો. આ ગોલ્ડન બ્રિજની આજે ૧૪૬મી વર્ષગાંઠ છે અને આટલા
વર્ષ પછી પણ અડીખમ છે.
૧૮૬૦માં રેલ્વે લાઈન નાખવાના કામ સાથે -સાથે ગોલ્ડન બ્રીજને બાંધવાની યોજના પણ શરૂ થઈ હતી. આ પહેલા
પૂરના કારણે ગોલ્ડન બ્રિજના ધણા ભાગો તૂટીપજ્યા હતા. વર્ષ ૧૮૭૭ થી તેના બાંધકામ સહિત આ પુલ પાછળ અંદાજિત અધધ
રૂપીયા ૮૫,૯૩,૪૦૦ નો ખર્ચ થયો હતો. આ બ્રીજને બનાવવામાં એ જમાનામાં જે અધધ.. ખર્ચ થતો રહ્યો તેથી આ બ્રિજને
“સોનાનો પુલ” એટલે ગોલ્ડન બ્રિજ તરીકે ઓળખ મળી હતી.
ગોલ્ડન બ્રિજ નર્મદા પુલ તરીકે પણ ઓળખાય છે. એક સમયે અહી ૨૪ કલાક વાહનોથી ધમધમતો હતો. જો, કે આજે પણ
અનેક લોકોને ગોલ્ડન બ્રિજમાંથી જ પસાર થવાનું ગમે છે. ગોલ્ડન બ્રિજના ઇતિહાસ અને કારીગરીના અજોડ ઉદાહરણરૂપ આ
બ્રિજનો વૈભવ સહેજપણ ઓછો થયો નથી. આજે પણ તંત્ર દ્વારા ગોલ્ડન બ્રિજ સ્થિત દોડ, યોગા દિવસે યોગાસનો સહિતના
કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
ભરૂચ ચાણક્ય સમાચાર