આજે અંકલેશ્વર ખાતે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની થનારી ઉજવણી : કલેક્ટર શ્રી તુષાર સુમેરા રાષ્ટ્રધ્વજ લહેરાવશે
જિલ્લા વહિવટી તંત્ર દ્વારા જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વમાં હાજર રહેવા જાહેર આમંત્રણ
ભરૂચઃ મંગળવાર:દેશની આઝાદીના અમૃત વર્ષના ઉપક્રમે દેશભરમાં ૭૭ માં સ્વતંત્રતા પર્વની હર્ષભેર ઉજવણી થનાર છે. ભરૂચ જિલ્લામાં પણ આ અંતર્ગત જિલ્લા કક્ષાના કાર્યક્રમની ઉજવણી આજરોજ સવારના ૯-૦૦ કલાકે ઓ.એન.જી.સી. હેલીપેડ ગ્રાઉન્ડ ગડખોલ જી.ભરૂચ અંકલેશ્વર ખાતે જિલ્લા કલેકટરશ્રી તુષાર સુમેરાની ઉપસ્થિતિમાં કરવામાં આવશે. જિલ્લા સમાર્હતા તુષાર સુમેરાના હસ્તે રાષ્ટ્રની આન, બાન અને શાન સમા તિરંગાને સલામી સાથે ધ્વજારોહણ સંપન્ન થશે.
વધુમાં વધુ નાગરીકો આ સ્વાતંત્ર્ય પર્વની થનારી ઉજવણીમાં સહભાગી બને તે માટે જિલ્લા વહિવટી તંત્ર, ભરૂચ દ્વારા
અનુરોધ કરવામાં આવ્યો છે.
વધુમાં, આ અવસરે શાળાના બાળકો દ્વારા યોગ નિદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ કરવામાં આવશે. આ પ્રસંગે
જિલ્લામાં કોઈ પણ ક્ષેત્રમાં નોંધપાત્ર સિધ્ધી મેળનાર જિલ્લાના શ્રેષ્ઠીઓ તેમજ શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ અને
કર્મચારીઓનું સન્માન તથા અભિવાદન પણ કરવામાં આવનાર છે.
ભરૂચ ચાણક્ય સમાચાર.