પ્રભાત કૉ. ઑપ. જીન ખાતે કપાસ ઉગાડતાં ખેડૂતોને માર્ગદર્શન મળી રહે તે માટે પ્રાદેશિક કપાસ સંશોધન કેન્દ્ર, ભરૂચ દ્વારા ખેડૂત ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન કરાયું
ભરૂચ – ગુરુવાર – CCI અને ICAR-CICRCotton BMPs Pilot Project અંતર્ગત ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાનાં
પ્રભાત કૉ. ઑપ. જીન ખાતે કપાસ ઉગાડતાં ખેડૂતોને માર્ગદર્શન મળી રહે તે માટે પ્રાદેશિક કપાસ સંશોધન કેન્દ્ર,ભરૂચ દ્વારા ડૉ. પી. કે. અગ્રવાલ, એડવાઇઝર,સીસીઆઇ, મુંબઈની અધ્યક્ષતામાં ખેડૂત ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રાદેશિક કપાસ સંશોધન કેન્દ્રના વડા,ડૉ. કે. વી. વાડોદરિયાએ સર્વે મંચસ્થ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. સીસીઆઇ પ્રેરીત પાઇલોટ પ્રોજેક્ટ અંગે વિસ્તૃત જાણકારી આપી હતી. સંશોધન વૈજ્ઞાનિક, ડૉ.એમ. સી. પટેલ,દ્વારા કપાસના પાકમાં થયેલ સંશોધન અંગે માહિતગાર કર્યા હતા.
કાર્યક્ર્મની શરૂઆત પહેલા ડૉ. પી. કે. અગ્રવાલ (એડવાઇઝર, સીસીઆઇ, મુંબઈ) એ શ્રી કે. મહેશ્વર રેડ્ડી, ડો. કે. વી.
વાડોદરિયા, ડો. એમ. સી. પટેલ અને અન્ય ખેડૂતો સાથે કપાસના નિદર્શન પ્લોટની જાત મુલાકાત લઈ ખુશી વ્યક્ત કરી હતી. તેમજ સદર નિદર્શન પ્લોટનો વિડીયો બીજા ખેડૂતોને બતાવવા નિર્દેશ કર્યો હતો.
આ પ્રસંગે, ડૉ. પી. કે. અગ્રવાલે અગ્રગણ્ય ખેડૂતોને સંબોધતા કહ્યું હતું કે, ગુજરાત કપાસની ઉત્પાદકતામાં મોખરે છે. વધુ
ઉત્પાદન મેળવવા ખેડૂતોએ કપાસના પાકમાં હાઈડેન્સિટી પ્લાન્ટીંગ સિસ્ટમ(સાંકડા ગાળે વાવેતર) અને ડ્રીપ ઇરીગેશન પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ જેથી ખેડૂતોની આવકમાં વધારો થાય, જમીનની ઉત્પાદન ક્ષમતા ટકી રહે અને કપાસનું ગુણવત્તાયુક્ત ઉત્પાદન મળી રહે.
આ પ્રસંગે ખેડુત આગેવાન શ્રી બળવંતસિંહ ગોહિલે ખેડૂતોના પ્રશ્નો અંગે જાણકારી આપી હતી
પાઇલોટ પ્રોજેક્ટ અંતર્ગત આપવામાં આવેલ હાઈડેન્સિટી પ્લાન્ટીંગ સિસ્ટમ અને ડ્રીપ ઇરીગેશન પદ્ધતિના નિદર્શન પ્લોટના લાભાર્થી ખેડૂતોએ તેમને થયેલ લાભ અંગે તેમજ તેનાથી પોતાની ખેતીમાં થયેલા ફેરફારો વિશે પોતાના અનુભવો વર્ણવ્યા હતા.
આ પ્રસંગે, સીસીઆઇએડવાઇઝર, ડૉ. પી. કે. અગ્રવાલ, ડીજીએમ સીસીઆઈ શ્રી, કે. મહેશ્વર રેડ્ડી, એપીએમસી
વાલીયાના પ્રમુખ યોગેન્દ્રસિંહ મહીડા, ખેડુત આગેવાન શ્રી બળવંતસિંહ ગોહિલ, શ્રી પ્રભાત કો.ઓ.વાલીયાના પ્રમુખશ્રી રાકેશસિંહ સાયણિયા, સંશોધન વૈજ્ઞાનિક ડૉ.એમ. સી. પટેલ, સહ સંશોધન વૈજ્ઞાનિક કે. વી. વાડોદરિયા, પ્રાદેશિક કપાસ સંશોધન કેન્દ્રના કર્મચારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતાં.




ભરૂચ ચાણક્ય સમાચાર.
WhatsApp No. 77789 49800