શહેરી વિસ્તામાં રખડતા પશુ ત્રાસ અટકાવવા અને નિયમન માટે જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને મિંટીંગ યોજાઈ
ભરૂચ- સોમવાર- શહેરી વિસ્તામાં રખડતા પશુ ત્રાસ અટકાવવા અને નિયમન માટે સરકારશ્રીની માર્ગદર્શિકા તથા નામદાર કોર્ટની સુચના અન્વયે આજરોજ કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેક્ટર શ્રી તુષાર સુમેરાના અધ્યકક્ષસ્થાને મિંટીંગ યોજાઈ હતી.
આ મિંટીંગમાં રખડતા ઢોર, ટ્રાફિક, ગેર કાયદેસર પાર્કિંગ અને દબાણ, ખરાબ રસ્તા વગેરે પ્રશ્રોની સમીક્ષા કરી
અધિકારીશ્રીઓને સૂચના આપી હતી. લાઈઝનીંગ અધિકારીશ્રીઓને જરૂરી દીશાસૂચનો આપ્યા હતા.
અસરકારક કામગીરી કરવા માટે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ સુરત વર્તુળના RCM શ્રી બી.ઈ.
કાપડીયા એ પણ સૂચનો કર્યો હતા. રખડતા ઢોરોના નિયંત્રણ માટે સરકારશ્રીની માર્ગદર્શિકા-૨૦૨૩ની રખડતા ઢોરોના નિયંત્રણ માટે ગાઇડ લાઇનનો ચુસ્તપણે પાલન કરવા અનુરોધ કર્યો હતો.
આ બેઠકમાં ભરૂચ, અંકલેશ્વર, જંબુસર,આમોદ નગર પાલિકાના સર્વે પ્રમુખશ્રીઓ,પોલિસ અધિકક્ષ શ્રી મયુર ચાવડા, નિવાસી અધિક કલેક્ટરશ્રી એન.આર.ધાધલ, નગર પાલિકાના સીઓશ્રી વગેરે હાજર રહ્યા હતા.




ભરૂચ ચાણક્ય સમાચાર.
WhatsApp No. 77789 49800