પરીક્ષા કેન્દ્રોની ૨૦૦ મીટરની ત્રિજ્યામાં મોટા અવાજે લાઉડ સ્પીકર, વાજીંત્રો તથા ડી.જે.સીસ્ટમ વાગાડવા પર પ્રતિબંધ

0

ભરૂચ: બુધવાર: તા. ૧૫ ઓક્ટોબર ૨૦૨૩નાં રોજ ગુજરાત જાહેર સેવા આયોગ ગાંધીનગર દ્વારા નાયબ સેક્શન અધિકારી તથા નાયબ મામલતદાર વર્ગ – ૩ની સંવર્ગની જગ્યા ઉપર ભરતી માટેની ભાગ-૦૧ની પ્રિલિમિનરી પરીક્ષા ૧૧:૦૦ કલાકથી ૧૩:૦૦ કલાક સુધી યોજાનાર છે.

આથી તા. ૧૫/૧૦/૨૦૨૩ના રોજ સવારના ૧૦:૦૦ કલાક થી ૧૪:૦૦ કલાક સુધી ભરૂચ શહેરના ૧૭ પરીક્ષા કેન્દ્રોની
૨૦૦ મીટરની ત્રિજ્યામાં કોઈએ પણ બેફામ તથા મનસ્વી રીતે મોટા અવાજે લાઉડ સ્પીકર, વાજીંત્રો તથા ડી.જે.સીસ્ટમ વાગાડવા પર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી એન આર ધાધલના એર જાહેરનામા દ્વારા પ્રતિબંધ ફરમાવ્યો છે.

આ હુકમનો ભંગ કરનારને ગુ.પો.અ.-૧૯૫૧ની કલમ-૧૩૧ (૧) ( આર ) ( ૩)મુજબ સજાને પાત્ર થશે તેમ પણ
જાહેરનામામાં જણાવ્યું છે.

ભરૂચ ચાણક્ય સમાચાર.

WhatsApp No. 77789 49800

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *