વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ ઝઘડીયા તાલુકાના નાનાસાંજા ગામે આવી પહોંચતા ગામલોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

0

કેન્દ્ર અને રાજ્ય સરકારશ્રીની વિવિધ યોજનાના લાભાર્થીઓએ પોતાના યોજનાકીય ફાયદાઓ અંગે પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા. ઝઘડીયાની ૮૦ ગ્રામ પંચાયતમાં આધુનિક રથ ભ્રમણ કરીને ગ્રામજનોને આપશે કેન્દ્ર-રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓની જાણકારી

ભરૂચ- સોમવાર – જનજાતિય ગૌરવ દિવસ નિમિત્તે ભરૂચ જિલ્લાના રાજપારડી ખાતે ભરૂચ જિલ્લાના પ્રભારી મંત્રી અને
આદિજાતી વિકાસ વિભાગનાં રા.ક.મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષસ્થાને ‘જનજાતિય ગૌરવ દિવસ’ થી શરૂ થયેલી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ આજરોજ ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના નાનાસાંજા આવી પહોંચી હતી.

વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી ભારત સરકારશ્રી દ્વારા જનમાનસમાં છેવાડાના માનવી સુધી પ્રજાકલ્યાણકારી
યોજનાઓનો જાગૃતિ સંદેશાનો વ્યાપ તમામ લાભાર્થી અને નાગરિકો સુધી પહોંચાડવા અને બાકી રહી ગયેલાઓને ઝડપથી લાભ મળે તેવા ઉમદા હેતુસર સરકારશ્રીની વિવિધ યોજનાઓની જાગૃતિ ફેલાવવા રાજ્યના તમામ આદિજાતિ જિલ્લાઓમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ચાલી રહી છે.

ભરૂચ જિલ્લાના ઝઘડીયાના ૮૦ ગ્રામ પંચાયતમાં ભ્રમણ કરીને તાલુકાના નાગરિકને કેન્દ્ર-રાજ્ય સરકારની વિવિધ ફ્લેગશીપ યોજનાઓની માહિતી અને ફ્લેગશીપ યોજનાના લાભો ઉપલબ્ધ કરાવશે. ઉપરાંત પાત્રતા ધરાવતા વંચિત લાભાર્થીઓને પણ આ યાત્રા હેઠળ આવરી લેવાશે. કેન્દ્ર અને રાજ્ય સરકારશ્રીની વિવિધ યોજનાના લાભાર્થીઓએ પોતાના યોજનાકીય ફાયદાઓ અંગે પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા. આરોગ્ય વિભાગના કેમ્પનો લાભ લીધો હતો.

જ્યારે બાહુલ આદિવાસી વસતિ ધરાવતા ઝઘડીયા તાલુકામાં તા.૨૧-૧૧-૨૩ ના રોજ ઉચેડીયા અને રાણીપુર ગામ, તા.
૨૨-૧૧-૨૩ ના રોજ મોટા સાંજા અને ઝઘડીયા ગામ, તા. ૨૩-૧૧-૨૩ ના રોજ લીમોદરા અને કરાંડ ગામ, તા. ૨૪-૧૧-૨૩
ના રોજ રતનપોર અને અવિધા ગામ, તા.૨૫-૧૧-૨૩ ના રોજ પોરાં અને વણાંકપોર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાશે.

ભરૂચ જિલ્લા સહિત ઝધડીયાના આદિજાતિ સમુદાયના નાગરિકોને કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓ
લાભ આપી પત્રતા ધરાવતા વંચિત લાભાર્થીઓને આવરી લઈ ૧૦૦ ટકા લક્ષ્યાંકના નિર્ધાર સાથે આધુનિક રથ ભ્રમણ કરીને લોકજાગૃતિનો સંદેશ આપશે. આ કાર્યક્રમમાં સરપંચશ્રી, તાલુકાના જનપ્રતિનિધિશ્રીઓ, અધિકારીશ્રી-કર્મચારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

સમાચાર આપવા માટે આ નંબર સંપર્ક કરો.

WhatsApp No. 77789 49800

ભરૂચ ચાણક્ય સમાચાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *