રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે ડાંગર, જુવાર, મકાઇની ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરાશે
ભરૂચ-બુધવાર- ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે ખરીફ માર્કેટીંગ સીઝન ૨૦૨૩-૨૪મા, રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે ડાંગર, , જુવાર અને મકાઇની ખરીદી, ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લી. મારફતે કરવામાં આવનાર છે. જેથી લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છતા ખેડૂતોની ઓનલાઇન નોંધણી, સમગ્ર રાજ્યમાં સ્થાનિકે ગ્રામ્ય કક્ષાએ VCE દ્વારા તા.૧/૧૦/૨૦૨૩ થી તા.૩૧/૧૦/૨૦૨૩ સુધી કરવામા આવશે.
ક્રમ નં. | જણસી | ટેકાના ભાવ પ્રતિ કિવન્ટલ રૂા. |
૧ | ડાંગર ( કોમન ) | ૨૧૮૩/- |
– | ડાંગર ( ગ્રેડ –એ ) | ૨૨૦૩/- |
૨ | મકાઈ | ૨૦૯૦/- |
૩ | જુવાર (hybrid) | ૩૧૮૦/- |
– | જુવાર (maldandi) | 3225/- |
જે મુજબ નોંધણી કરાવવા માટે ખેડૂતોએ નોંધણી માટે જરૂરી પુરાવાઓ જેવા કે, આધાર કાર્ડની નકલ, અદ્યતન ગામ નમુનો ૭/૧૨, ૮-અ ની નકલ, ગામ નમુના ૧૨મા પાક વાવણી અંગેની એન્ટ્રી ના થઇ હોય તો પાકની વાવણી અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો, ખેડુતના નામના બેન્ક ખાતાની વિગત જેમ કે બેન્ક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ સાથે લાવવાની રહેશે. રાજ્યમા ડાંગર, જુવાર, મકાઇ પકવતા ખેડૂતો તેઓનો પાક લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છુક હોય તેઓની ઓનલાઇન નોંધણી ફરજીયાત હોઇ આ માટે સંબંધિત ગ્રામ પંચાયતનો સંપર્ક કરી નોંધણી કરાવવા ખાસ અનુરોધ કરવામા આવ્યો છે. ખરીદી સમયે ખેડૂતે પોતાનું આધારકાર્ડ ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે. ખેડૂત ખાતેદારના બાયોમેટ્રિક ઓથોન્ટીકેશન દ્વારા જ જથ્થો ખરીદ કરવામાં આવશે, જેની પણ નોંધ લેવા જણાવાયુ છે.
નોંધણી કરાવતી વખતે તમામ ડોકયુમેન્ટસ સુવાચ્ય રીતે અપલોડ થાય, તથા માગ્યા મુજબના જ અપલોડ થાય તેની
નોંધણી સ્થળ/કાઉન્ટર છોડતા પહેલા ખાસ કાળજી રાખવા વિનંતી કરાઈ છે. ડોક્યુમેન્ટની ચકાસણી દરમ્યાન જો ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કરાયા હોવાનું ધ્યાને આવશે, તો ખેડુતનો ક્રમ રદ કરાશે અને ખરીદી માટે જાણ કરવામા નહી આવે, તેની ખાસ નોંધ લેવા તથા નોંધણી બાબતે કોઇ મુશકેલી જણાય હેલ્પલાઇન નંબર ૮૫૧૧૧૭૧૭૧૮ તથા ૮૫૧૧૧૭૧૭૧૯ ઉપર સંપર્ક કરવાનો રહેશે. અને ખરીફ માર્કેટીંગ સીઝન ૨૦૨૩-૨૪ અંતર્ગત ટેકાના ભાવે થયેલ ખરીદી સબબ ખેડૂતોને ચુકવણા PFMS પોર્ટલ મારફત કરવામાં આવશે. જે તેઓની ખરીદીના ૪૮ કલાકમાં નાણાં ચુકવવામાં આવશે. ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી. મેનેજરશ્રી દ્વારા એક અખબારી યાદીમા જણાવાયુ છે.
ભરૂચ ચાણક્ય સમાચાર.
WhatsApp No. 77789 49800