રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના અધ્યકક્ષસ્થાને રાજભવનથી વર્ચ્યુલ માધ્યમ થકી પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો.
ભરૂચ કલેરટર કચેરીના સભાખંડ ખાતે વર્ચ્યુલ માધ્યમથી યોજાયેલ પરિસંવાદમાં જિલ્લાના અગ્રણી પત્રકારશ્રીઓ જોડાયા
રાજ્યના ખેડૂતો તેમજ સામાન્ય નાગરિકોમાં નવજાગૃતિ પ્રસારિત કરવા વિવિધ માધ્યમોના પ્રતિનિધિઓને અપીલ કરતાં
રાજ્યપાલશ્રી
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી
-પ્રાકૃતિક કૃષિ વરદાનરૂપ બની જેને આંદોલનના સ્વરૂપે લોકો સુધી પહોચાડવું સમયની જરૂરિયાત છે
-પ્રાકૃતિક ખેતી અને જૈવિક ખેતી બે તદ્દન અલગ બાબતો છે :
-ખેડૂતોનો ખર્ચ ઘટે, ઉત્પાદન વધે અને ઉપજનો ઉચિત ભાવ મળે એ જ પ્રાકૃતિક કૃષિનો ઉદ્દેશ છે
-લોકોને પોષણયુક્ત અનાજ-પાક મળે અને ખેડૂતોની આવક વધે એ માટેનું નવજાગરણ અભિયાન છે પ્રાકૃતિક ખેતી




ભરૂચ- બુધવાર- રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને આજરોજ રાજભવન, ગાંધીનગર ખાતેથી પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો હતો. આ લાઈવ પ્રસારણમાં ભરૂચ શહેરના પ્રિન્ટ-ઈલેકટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓએ જિલ્લા કલેકટર કચેરી ખાતે ઉપસ્થિત રહીને લાઈવ પ્રસારણને રસપૂર્વક નિહાળ્યું હતું.
સમાચાર માધ્યમોના પ્રતિનિધિઓને સંબોધિત કરતાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે આજે ગુજરાતના ૭.૧૩
લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. છેલ્લા ત્રણ માસમાં ૧૦ લાખથી વધુ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગે તાલીમબદ્ધ કરાયા છે. રાજ્યની ૫૨૩૩ ગ્રામ પંચાયતોમાં ૭૫ કે તેથી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે છે. ૧૦ ગામ દીઠ એક કલ્સ્ટર બનાવી પ્રાકૃતિક ખેતીની સધન તાલીમ અને પ્રાકૃતિક ખેતી કરાવવામાં આવી રહી છે.
વર્તમાન સમયમાં પ્રાકૃતિક કૃષિ સાથે જોડાવું એ સમયની જરૂરિયાત છે. વધતાં જતાં ગ્લોબલ વોર્મિંગની નકારાત્મક અસરો, ઘટી રહેલાં કૃષિ ઉત્પાદન તેમજ સ્વાસ્થ્યપ્રદ જીવન માટે પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર અસરકારક ઉપાય છે. તેમણે જણાવ્યું કે દેશી ગાયના એક ગ્રામ ગોબરમાં ૩૦૦ કરોડ જીવાણું હોય છે. આવી ગાયના ગોબર અને ગોમૂત્ર આધારિત પ્રાકૃતિક ખેતીના કારણે પ્રથમ વર્ષથી જ પૂરેપૂરું ઉત્પાદન મળે છે.
એટલું જ નહીં, ખેડૂતોનો ખર્ચ પણ શૂન્ય થવાથી તેમની આવક બમણી કરવાનું પ્રધાનમંત્રીશ્રી
નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન પણ સિદ્ધ કરી શકાશે. આ માટે તેમણે અળસિયા આધારિત કુદરતી ખાતર બનાવવાની વિધિ, જીવામૃત, ઘન જીવામૃત, આચ્છાદન વિશે પણ વિગતવાર સમજણ આપી હતી.
વધુમાં, જમીનની ફળદ્રુપતા ઘટી ગઈ છે. એટલું જ નહીં, જમીન, હવા અને પાણી પ્રદૂષિત થયાં છે તેમજ વિવિધ રોગોનું
પ્રમાણ પણ વધ્યું છે.
આ પ્રકારની વિવિધ સમસ્યાના ઉપાય માટે પ્રાકૃતિક કૃષિ પર ભાર આપતાં રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે
રાસાયણિક ખેતીના ઉપાયરૂપે જૈવિક ખેતીનો વિકલ્પ આપવામાં આવ્યો, પરંતુ તેનાથી મહેનત અને ખર્ચ તો નથી ઘટતો, પણ ઊલટા ઉપજ એકાએક ઘટી જાય છે. એટલું જ નહી અંતે તો તે પણ વાતાવરણને નુકસાન જ કરે છે. આથી તેના નિદાન સ્વરૂપે ગ્રામ પંચાયતમાં ઓછામા ઓછા ૭૫ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા આહ્વાન કર્યું હતું. પરિણામ સ્વરૂપ, આજે ગુજરાતની ૫૨૩૩ ગ્રામ પંચાયતોમાં ૭૫ કે તેથી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે છે. જેમાં બીજી ૩૬૭૯ જેટલી પંચાયતો આગામી એકાદ માસમાં ઉમેરો થવાની સંભાવના દર્શાવી હતી.
આ વેળાએ તેમણે ભૂતકાળના સંસ્મરણો વાગોળીને સરળ ભાષામાં પ્રાકૃતિક ખેતી વિશે વિગતે માર્ગદર્શન આપીને તેના
મહત્વ અને તેની જરૂરીયાતથી અવગત કર્યો હતા. ઓર્ગેનિક ખેતી, સજીવ ખેતી, અને રાસાયણિક ખેતી વિશનો તફાવત સમજાવ્યો હતો. પ્રાકૃતિક ખેતી થકી લોકોને પોષણયુક્ત અનાજ-પાક મળે અને ખેડૂતોની આવક વધે એ માટેનું નવજાગરણ અભિયાન છે.
પ્રાકૃતિક ખેતી અને જૈવિક ખેતી બે તદ્દન અલગ બાબતો છે. તેમણે ઉમેર્યું હતું કે, ખેડૂતોનો ખર્ચ ઘટે, ઉત્પાદન વધે અને ઉપજનો ઉચિત ભાવ મળે એ જ પ્રાકૃતિક કૃષિનો ઉદ્દેશ છે.
રાજ્યપાલશ્રી એ વધુમાં, પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયા પણ પ્રાકૃતિક ખેતી અભિયાનમાં સહભાગી થાય એ
જરૂરી છે. પ્રાકૃતિક ખેતીના લાભો પ્રત્યે ખેડૂતોને જાગૃત કરવામાં મહત્વની ભૂમિકા સમૂહ માધ્યમો જ અદા કરી શકે છે. આથી
પ્રાકૃતિક ખેતીની સાચી સમજણ કેળવી શકે તેવા મુદ્દાઓને જન –જન સુધી લઈ જવા આહવાન કર્યું હતું.
રાજ્યપાલશ્રીએ કહ્યું કે આ એક સામૂહિક પ્રયાસ છે. પ્રાકૃતિક કૃષિ વરદાનરૂપ બની જેને આંદોલનના સ્વરૂપે લોકો સુધી
પહોચાડવું સમયની જરૂરિયાત છે ત્યારે નવજાગરણના આ કામમાં જોડાઈને રાજ્યના ખેડૂતોમાં તેમજ સામાન્ય નાગરિકોમાં પ્રાકૃતિક ખેતી અંગે જાગૃતિ પ્રસારિત કરવા વિવિધ માધ્યમોના પ્રતિનિધિઓને અપીલ કરી હતી.
આ કાર્યક્રમમાં રાજ્યપાલશ્રીના અગ્રસચિવશ્રી રાજેશ માંજુ, મુખ્યમંત્રીશ્રીના સચિવ સુશ્રી અવંતિકા સિંઘ, માહિતી
નિયામકશ્રી ધીરજ પારેખ, આત્મા પ્રોજેક્ટના ખાસ ફરજ પરના અધિકારી શ્રી દિનેશ પટેલ તેમજ ભરૂચ કલેક્ટર કચેરી ખાતે
નિવાસી અધિક કલેક્ટર શ્રી એન.આર.ધાધલ, આત્મા પ્રોજેક્ટ વિભાગના જિલ્લા અધિકારી, જિલ્લા કૃષિ વિભાગના અધિકારી શ્રી પ્રવિણ માંડાણી તેમજ વિવિધ પ્રિન્ટ, ઈલેક્ટ્રોનિક, પ્રતિનિધિઓ પત્રકારો વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી જોડાયા હતા.
ભરૂચ ચાણક્ય સમાચાર.