તાલુકા-જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારોહ-૨૦૨૩
શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારોહ ભરૂચના સાંસદશ્રી મનસુખભાઇ વસાવાની પ્રેરક ઉપસ્થિતમાં યોજાશે
ભરૂચ- સોમવાર- ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પ્રેરિત ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી દ્વારા આયોજિત ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજ્યંતિ શિક્ષક દિન નિમિત્તે પમી સપ્ટેમ્બર ૨૦૨૩ ના રોજ સવારે ૧૦.૩૦ કલાકે સર્વનમન વિદ્યામંદિર નિલકંઠેશ્વર મહાદેવ મંદિર સામે ઝાડેશ્વર ભરૂચ તાલુકા-જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારોહ-૨૦૨૩ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે, સમારંભના અધ્યક્ષશ્રી ભરૂચના સાંસદશ્રી મનસુખભાઇ વસાવાની પ્રેરક ઉપસ્થિત રહેશે.
આ વેળાએ, મુખ્ય મહેમાનશ્રી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી અલ્પાબેન પટેલ, ધારાસભ્ય સર્વેશ્રીઓ શ્રી રમેશભાઇ મિસ્ત્રી, શ્રી ઇશ્વરસિંહ પટેલ, શ્રી ડી. કે. સ્વામી, શ્રી રીતેશભાઇ વસાવા, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી અલ્પેશભાઇ વસાવાની ગરીમામય ઉપસ્થિતિ રહેશે. અને આ પ્રસંગે કાર્યક્રમના અતિથિ વિશેષ ભરૂચ જિલ્લાના સમાહર્તાશ્રી તુષાર સુમેરા (IAS), જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રશાંત જોષી પણ હાજર રહશે.
તાલુકા અને જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારોહ, પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત, ૧૦૦%
પરિણામ ધરાવતી સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓને સન્માનપત્ર એનાયત, સરકારી માધ્યમિક શાળાના નવનિર્મિત શાળા મકાનનું ઈ- લોકાર્પણ અને અંગ્રેજી વિષયની પ્રશ્નબેંકનું વિમોચન કરવાના કાર્યક્રમનું આયોજન થનાર છે.

ભરૂચ ચાણક્ય સમાચાર.