સફાઇ ઝુંબેશમાં ઉત્સાહભેર જોડાતા ભરૂચ નારાયણ સ્કૂલના વિદ્યાર્થીઓ
ભરૂચ – સ્વચ્છતા હી સેવા અંતર્ગત દેશ અને શહેરને સ્વચ્છ બનાવવાના સંકલ્પને સાકાર કરવાના પ્રયાસરૂપે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલ “સફાઇ ઝુંબેશ”માં રાજ્ય સહિત જિલ્લાના નાગરિકો હર્ષભેર જોડાઇ રહ્યાં છે. બે મહિના સુધી એટલે કે ૧૬ ડિસેમ્બર-૨૦૨૩ સુધી “સ્વચ્છતા હી સેવા“ અંતર્ગત વિવિધ સ્થળોની સફાઇ કરવામાં આવનાર છે.
‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત ભરૂચ નગર પાલિકા દ્વારા વોર્ડ નંબર ૩માં નગરપાલિકા અને સ્કૂલના બાળકો સાથે
સંયુક્ત રીતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ દ્વારા પ્રાથમિક શાળા વિસ્તાર અને તેની આજુબાજુમાં સાફ સફાઈ કરવામાં આવી હતી.




ભરૂચ ચાણક્ય સમાચાર.
WhatsApp No. 77789 49800