ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૩(૪) અન્વયે જાહેરનામુ

0

ભરૂચ-શનિવાર- ભરૂચ જીલ્લામા પોલીસ હેડકવાર્ટર ખાતે તાલીમ લઈ રહેલ કુલ ૨૩૬ મહિલા તાલીમાર્થીઓની ૦.૨૨
રાઈફલની પ્રેકટીસ માટે તા.૬/૦૮/૨૦૨૩ થી તા.૦૮/૦૮/૨૦૨૩ સુધી નકકી કરવામાં આવેલ છે. જે ફાયરીંગ પ્રેકટીસ માટે
પોલીસ અધિક્ષકશ્રીના બંગલાની બાજુમાં આવેલ સ્થાનીક ફાયરીંગ બટ ખાતે તા. ૬/૦૮/૨૦૨૩ થી તા.૦૮/૦૮/૨૦૨૩ માટે
પ્રતિબંધિત જાહેરનામું બહાર પાડવા માંગણી કરેલ છે.
પોલીસ અધિક્ષકશ્રી, ભરૂચનાં બંગલાની બાજુમાં નીચેની અનુસૂચિમાં જણાવેલ વિસ્તારમાં ભરૂચ જિલ્લાનાં પોલીસ
અધિકારીશ્રી/ કર્મચારીશ્રીઓની ફાયરીંગ પ્રેકટીસ માટે ફાયરીંગ બટ ઉપયોગમાં લેવાના હોય, જાહેર શાંતિ અને સલામતી જાળવવા તેમજ જાનહાનિ થતી અટકાવવા માટે નીચે મુજબનો હુકમ કરવો જરૂરી છે.
અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ, એન.આર.ધાધલ, ભરૂચ ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ની કલમ-૩૭(૪) અન્વયે મળેલ સત્તાની રૂએ હુકમ કરું છું કે, તા.૬/૦૮/૨૦૨૩ થી ના ૦૮/૦૮/૨૦૨૩ સુધી દિન-૦૩ માટે નીચે જણાવેલ વિસ્તારમાં કોઈએ આવ-જા કરવી નહિ, હરવું-ફરવું નહિ, તેમજ હાજર રહેવું નહિં. આ હુકમનો ભંગ કરનાર વ્યકિતઓ સામે કાયદેસર પગલાં ભરવામાં આવશે.

અનસૂચિ :-

પોલીસ અધિક્ષકશ્રી, ભરૂચનાં બંગલાની બાજુનાં ફાયરીંગ બટની આસપાસનો ૧૦૦૦ મીટરનો વિસ્તાર.

ભરૂચ ચાણક્ય સમાચાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *