ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ ની કલમ-૩૩(૧)(બી) અન્વયે જાહેરનામું

0

૦૮ ઓગસ્ટ ૨૦૨૩ થી તા. ૦૭ ઓગસ્ટ ૨૦૨૪ સુધી જાહેર જનતાની સુવિધા અને સલામતી માટે ડહેલી ગામ પાસે કિમ નદી પર આવેલ બ્રીજના બંને તરફ ૧૨.૦૦ મેટ્રિક ટન થી વધુ ભારે વાહનોની અવર-જવર માટે સંપૂર્ણ બંધ

ભરૂચ- મંગળવાર- કાર્યપાલક ઈજનેરશ્રી, (મા×મ), ભરૂચનાઓએ આમુખ−(૧) ના પત્રથી તેઓના વિભાગ હસ્તકના વાલીયા –વાડી રોડ કિમી ૦/૦ થી ૨૧/૨૦૦ રાજય ધોરીમાર્ગ પર ચેઈનેજ ૩/૦ થી ૩/૪૦ પર આવેલ કિમ નદી પર આવેલ બ્રીજનું બાંધકામ વર્ષ-૧૯૬૪-૬૫ માં કરવામાં આવેલ હતું.

હાલ સદર બ્રીજ ખૂબ જ જર્જરીત હોવાથી તથા સ્લેબ અને પેડેસ્ટલને નુકશાન થયેલ હોય, આ બ્રીજ ઉપરથી કવોરી ઉદ્યોગ, જીઆઈડીસીના ૬૦.૦૦ થી ૭૦.૦૦ મેટ્રીક ટનના ભારેથી અતિભારે વાહનો પસાર થાય છે. સદર સ્થળ પર નવો બીજ બાંધવામાં આવે ત્યાં સુધી બીજના બંને તરફ ૧૨.૦૦ મેટ્રિક ટન થી ઓછા વજન વાળા વાહનો ડહેલી બ્રીજ પરથી અને ૧૨.૦૦ મેટ્રીક ટનથી ભારે વાહનો એ ડહેલી બ્રીજને સમાંતર પાકા ડાયવર્ઝન પરથી પસાર થવાનું જાહેરનામું પ્રસિધ્ધ કરવા દરખાસ્ત રજુ કરેલ છે. જે બાબતે અત્રેથી પોલીસ અધિક્ષકશ્રી, ભરૂચનો અભિપ્રાય મંગાવતા આમુખ–(૨) થી જરૂરી અભિપ્રાય રજુ કરેલ છે.

જાહેર જનતાના હિતમાં બ્રીજ પરથી ૧૨.૦૦ મેટ્રિક ટન થી વધુ ભારે વાહનો પસાર ન થાય અને કોઈ અનિચ્છનીય બનાવ કે દુર્ઘટના ન થાય તે માટે સદર બ્રીજના બંને તરફ ૧૨.૦૦ મેટ્રિક ટન થી વધુ ભારે વાહનોની અવર-જવર સંપૂર્ણ બંધ કરી બ્રિજની બાજુમાં બનાવેલ સમાંતર પાકા ડાયવર્ઝન પરથી પસાર કરવા આવશ્યક જણાય છે.

એન.આર.ધાધલ, અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ, ભરૂચ ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ ની કલમ-૩૩(૧)(બી) અન્વયે મળેલ
સત્તાની રૂ એ આદેશ કરે છે કે, તા.૦૮/૦૮/૨૦૨૩ થી તા.૦૭/૦૮/૨૦૨૪ સુધી જાહેર જનતાની સુવિધા અને સલામતી માટે
વાલીયા રોડ કિમી ૦/૦ થી ૨૧/૨૦ માં ડહેલી ગામ પાસે કિમ નદી પર આવેલ બ્રીજના બંને તરફ ૧૨.૦૦ મેટ્રિક ટન થી વધુ ભારે વાહનોની અવર-જવર સંપૂર્ણ બંધ કરવા આથી હુકમ કરવામાં આવે છે.

ઉપરોક્ત રસ્તો બંધ થવાથી નીચે જણાવેલ રસ્તા પરથી અવર જવર કરવા ડાયવર્ઝન આપવામાં આવે છે.
૧૨.૦૦ મેટ્રિક ટન થી વધુ ભારે વાહનો ડહેલી બીજને સમાંતર પાકા ડાયવર્ઝન પરથી અવર જવર કરી શકશે તથા ભારે વરસાદને કારણે ડહેલી બ્રીજને સમાંતર પાકા ડાયવઝનને બંધ કરવાની જરૂરીયાત જણાય તેવા સંજોગોમાં નીચે મુજબ ડાવર્ઝનનો રૂટ અમલ કરી શકાશે.

ભારે વરસાદને કારણે ડહેલી બ્રીજને સમાંતર પાકા ડાયવર્ઝનને બંધ કરવાની જરૂરીયાત જણાય તેવા સંજોગોમાં વૈકલ્પિક વ્યવસ્થા તરીકે નીચે જણાવેલ રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે.
1) વાલીયા તરફથી આવતા ભારે વાહનો વાળીયા-નેત્રંગ થઈ વાડી તરફ અવર-જવર કરી શકશે.

૨) વાડી તરફથી આવતાં ભારે વાહનો વાડી નેત્રંગ થઈને વાલીયા તરફ અવર-જવર કરી શકરો.

આ જાહેરનામાના આદેશનું ઉલ્લંઘન કરનાર ઈસમ ભારતીય ફોજદારી ધારા કલમ ૧૮૮ અને ગુજરાત પોળીસ અધિનિયમ કલમ ૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે.

ભરૂચ ચાણક્ય સમાચાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *