પોલીસ અધિનિયમ, ૧૯૫૧ ની કલમ-૩૩ (૧) અન્વયે જાહેરનામું

0

ગ્રામ પંચાયત તથા પોલીસ ખાતા તરફથી નકકી થયેલ હદની અંદર જ સ્નાન કરવું તથા નિયત ઘાટની હદની બહાર સ્નાન કરવા પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું

ભરૂચ- બુધવાર- ભરૂચ જીલ્લામાં આવેલ મોજે. નાંદ તા.જિ.ભરૂચ ગામે તા.૧૮/૦૭/૨૦૨૩થી ૧૬/૦૮/૨૦૨૩ સુધી
સંવત ૨૦૭૯ અધિક શ્રાવણ માસનો મેળો ભરાનાર છે. આ મેળામાં આજુબાજુનાં ગામોમાંથી તેમજ સમગ્ર ગુજરાત રાજયમાંથી તથા અન્ય રાજયોમાંથી ધણી મોટી સંખ્યામાં લોકો એકત્રીત થાય છે. નાંદ મુકામે આવેલ નર્મદા નદીના ઘાટ પર સ્નાન કરે છે. જે અંગે નદીના પાણી મારફતે બહારના ભાગે સ્નાન કરવાની વ્યવસ્થા કરવામાં આવનાર છે. નર્મદા નદીના પાણી ઉડા હોવાથી તેમજ નદીમાં મગર હોય જેથી નાંદ ગામના ઘાટના બન્ને કિનારાઓ ઉપર સ્નાન કરવા પર નિયમન કરતા અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ, ભરૂચ એન.આર.ધાધલ, સને-૧૯૫૧નાં ગુજરાત અધિનિયમની કલમ-૩૩(૧)(એમ) અન્વયે મળેલ અધિકારની રૂ એ તારીખ ૧૮/૦૭/૨૦૨૩ થી તા. ૧૬/૦૮/૨૦૨૩ સુધી (બંને દિવસો સહિત)ના સમયમાં નાંદ મુકામે નદીના ઘાટથી ગ્રામ પંચાયત તથા પોલીસ ખાતા તરફથી નકકી થયેલ હદની અંદર જ સ્નાન કરવું તથા નિયત ઘાટની હદની બહાર સ્નાન કરવા પર પ્રતિબંધ મુકવામાં આવે છે.

આ હુકમનું ઉલ્લંઘન કરનાર ઉકત કાયદાની કલમ-૧૩૧ પ્રમાણે સજા અને દંડને પાત્ર થશે. તેમ અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ ભરૂચ તરફથી મળેલી એક અખબારીયાદીમાં જણાવવામાં આવ્યું હતું.

ભરૂચ ચાણક્ય સમાચાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *