સાફલ્યા ગાથા વિકસિત ભારત સંકલ્પ યાત્રાઃ ‘મેરી કહાની, મેરી જુબાની
જિલ્લો ભરૂચ
-રૂા. ૩ લાખ સુધીની લોન નિયત સમયમાં ભરપાઈ થાય તો વ્યાજ સહાય મળે છે
-ખાતર, જંતુનાશક દવા અને બિયારણ સરળતાથી ખરીદવામાં ખેડૂતોને સહેલુ પડે છે
-પાક ધિરાણના કારણે ખરેખર અમારા સંયુક્ત કુંટુંબની આવક બમણી થવા પામી છે – પ્રદીપસીંહ ચૌહાણ
ભરૂચ – મંગળવાર- કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જનમાનસ સુધી પ્રજાકલ્યાણકારી યોજનાઓનો વ્યાપ તમામ લાભાર્થી અને નાગરિકો સુધી પહોંચાડવા અને યોજનાઓ અંગે જાગૃતિ ફેલાવવા “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” શરૂ કરવામાં આવી છે. આદીજાતી વિસ્તાર માટે વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ખેડૂતોને આર્થિક રીતે મદદરૂપ થવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓ અમલમાં છે જે પૈકીની એક યોજના છે કિસાન ક્રેડીટ કાર્ડ. આ યોજના થકી ભરૂચ જિલ્લાના ખેડૂતો આર્થિક દ્રષ્ટીએ કેવી રીતે સમૃધ્ધ બન્યા મેરી કહાની, મેરી જુબાની’ થીમ સંદર્ભે નાના સાંજા ગામના જાગૃત નાગરિક જશવંતસિંહ ચૌહાણના પુત્ર પ્રદીપસીંહ ચૌહાણએ સરકારશ્રીનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે,
ખેડૂતોને ઓછા વ્યાજ દરે સરળતાથી લોન મળે છે.પહેલા કિસાન ક્રેડિટ કાર્ડ ન હોવાથી ઉધાર ઉછીના નાણાં લેવા પડતા હતા પરંતુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના અમલમાં મુકાયા બાદ હવે કોઈ પાસે હાથ લંબાવવો પડતો નથી. અમે ઝઘડીયા ખાતે આવેલી સ્ટેટ બેન્ક ઈન્ડીયા બેન્કમાંથી પાક ધિરાણ લીધું છે. પાકને આધારે જેટલી જમીન હોય તે મુજબ લોન મળે છે. રૂ. ૩ લાખ સુધીની લોન પર ૭ ટકા વ્યાજ અને ૩ લાખથી વધુની લોન પર ૧૦.૫૦ ટકા વ્યાજ ભરવુ પડે છે. રૂ. ૩ લાખની લોન સરકારે નક્કી કરેલી તારીખમાં ઉપાડી અને નિયત તારીખમાં વર્ષ દરમિયાન ભરી દે તો ૪ ટકા કેન્દ્ર સરકાર દ્વારા અને ૩ ટકા નાબાર્ડ દ્વારા ખેડૂતોને વ્યાજ રીફંડ આપવામાં આવે છે. એટલે કે ૩ લાખની લોન પર ભરેલા વ્યાજની રૂ. ૨૧,૦૦૦ની રકમ પરત મળે છે. અમે સમય પર લોનની ભરપાઈ કરી દેતા હોવાથી સબસિડીનો લાભ મળતો આવ્યો છે. પાક ધિરાણના કારણે ખરેખર અમારા સંયુક્ત કુંટુંબની આવક બમણી થવા પામી છે.
તે ઉપરાંત, કિસાન ક્રેડિટ કાર્ડ થકી ૫ વર્ષની મુદ્દત સુધી સરળતાથી વારંવાર ઉપાડ અને જમા કરી શકીએ છે. ૫ વર્ષ પછી
ફરી કાર્ડ મળી શકે છે. સમયસર ભરપાઈ કરવાથી વ્યાજની ભરેલી રકમ પણ સહાય રૂપે રીફંડ રૂપે પરત મળે છે. કિસાન ક્રેડિટ કાર્ડથી લોન લેવા માટે નજીકની બેંકમાં ઓળખના પુરાવા અને જમીન માલિકીના પુરાવા સાથે અરજી ફોર્મ ભરવું પડશે. કિસાન ક્રેડિટ કાર્ડ માટે અરજી કરવાની લઘુત્તમ ઉંમર ૧૮ વર્ષ અને મહત્તમ ઉંમર ૭૫ વર્ષ છે. ગુજરાત સરકારની કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાથી મને જે ફાયદો થયો તેનાથી હું ઘણો ઉત્સાહિત થઈને આ યોજનાનો અન્ય ખેડૂતોને પણ લાભ લેવા માટે અનુરોધ કરુ છું.

સમાચાર આપવા માટે આ નંબર સંપર્ક કરો.
WhatsApp No. 77789 49800
ભરૂચ ચાણક્ય સમાચાર.