જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાઉન્ડ ધ કલોક ચાલતી સફાઈ કામગીરી
પૂરગ્રસ્ત વિસ્તારોને પૂર્વવત ધમધમતું બનાવવા પ્રયાસરત સફાઈ કર્મીઓની મુલાકાત લઈ પ્રોત્સાહિત કરતાં જિલ્લા કલેકટર તુષાર સુમેરા
ભરૂચના રિયલ હીરો આપણા સફાઈકર્મીઓ છે, જેમનો ફાળો અનન્ય:જિલ્લા કલેકટર તુષાર સુમેરા
ભરૂચ: બુધવાર:- પૂરની પરિસ્થિતિ બાદ ભરુચ નગરપાલિકા ખાતે રાજ્ય સરકારે ફાળવેલા અલગ – અલગ શહેરના સફાઈકર્મીઓની 75 જેટલી ટીમ બનાવી જુદા જુદાં વિસ્તારોમાં દિવસ- રાત રાઉન્ડ ધ કલોક સફાઈ ઝુંબેશની કામગીરી કરી હાલ ચાલી રહી છે ત્યારે ભરૂચ નગરપાલિકા, અંકલેશ્વર નગર પાલિકા અને શુક્લતીર્થ ગ્રામ પંચાયત જેવા પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાત્રી દરમ્યાન જિલ્લા સમાહર્તા શ્રી તુષાર સુમેરાનાએ સફાઈકર્મીઓની મુલાકાત લઈ સલાહ – સૂચનો આપી પૂરગ્રસ્ત વિસ્તારોને પૂર્વવત ધમધમતું બનાવવા પ્રોત્સાહિત કર્યા હતા.
આ ઉપરાંત તેમણે સફાઈ કર્મીઓને જણાવ્યું હતું કે, શહેરને સ્વચ્છ બનાવવા અને રોગચાળા સામે નિયંત્રણ મેળવવા ખભેખભા મિલાવી પોતાની કાર્યક્ષમતા બતાવવા અનુરોધ કર્યો હતો. વધુમાં, ભરૂચને ફરી સ્વચ્છ બનાવવામાં અગત્યનો ફાળો આ રિયલ હીરોઝનો રહેશે તેમજ તેમનો ફાળો અનન્ય રહેશે એમ ભારપૂર્વક કહ્યું હતું.
જિલ્લા કલેકટરશ્રી આ મુલાકાત વેળાએ જિલ્લા અગ્રણી મારૂતિસિંહ અટોદરિયા,અંક્લેશ્વર ધારાસભ્ય શ્રી ઈશ્વરસિંહ પટેલ,અંક્લેશ્વર પ્રાંત અધિકારી શ્રી નૈતિકા માથુર, ભરૂચ અને અંકલેશ્વર નગરપાલિકા ચીફ ઓફિસર, ભરૂચ પ્રાંત અધિકારી તથાજિલ્લાના અગ્રણીશ્રી જોડાયા હતાં.





ભરૂચ ચાણક્ય સમાચાર.