જિલ્લા કલેક્ટરશ્રી તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અંતર્ગત ભરૂચ કલેક્ટર કચેરી ખાતે રોડ સેફ્ટી અને સલામતીની બેઠક યોજાઈ.

0

ભરૂચ – બુધવાર- રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અંતર્ગત પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, ભરૂચ દ્વારા કલેક્ટર કચેરી ખાતે રોડ સેફટી
અને સલામતિ માટે જિલ્લા કલેક્ટરશ્રી તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં ૨૦૨૩ના મિંટીંગના એજન્ડા તથા અમલીકરણ બાબતે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં રોડ સેફ્ટીને લગતાં વિવિધ
એજન્ડા, અંકલેશ્વર હાંસોટ –સુરત રોડ, ટ્રાફિક, અકસ્માત નિવારણ વગેરે જેવા મુદ્દાઓની ચર્ચાઓ કરવામાં આવી હતી. આ તબક્કે
જિલ્લા કલેક્ટરશ્રી તુષાર સુમેરાએ સુચારું માર્ગદર્શન આપ્યું હતું.
આ ઉપરાંત તારીખ ૧૫ જાન્યુઆરી,૨૦૨૪ થી ૧૪ ફેબ્રુઆરી,૨૦૨૪ દરમિયાન રાષ્ટ્રીય માર્ગ સલામતી મહિનાની
ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા વિવિધ માધ્યમોથી નાગરિકોને માર્ગ સલામતી અને
ટ્રાફિકના નિયમોથી વાકેફ કરીને જાગૃતતા ફેલાવવાનો પ્રયાસ તેમજ ટ્રાફિકના નિયમોનું પાલન તથા સલામત ડ્રાઇવિંગ માટે થયેલી
કામગિરીની સમિક્ષા અને આગામી સમયમાં થનાર કામગિરીની ચર્ચાઓ કરવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા પોલિસ વડા શ્રી મયુર ચાવડા, નિવાસી અધિક કલેક્ટરશ્રી એન.આર.ધાધલ, વાહન વ્યવહાર કચેરીના
અધિકારી, વિવિધ લાઈઝનીંગ કમિટીના સભ્યો અને અધિકારીઓ, હાજર રહ્યા હતા.

ભરૂચ ચાણક્ય સમાચાર.

સમાચાર આપવા માટે આ નંબર સંપર્ક કરો.WhatsApp No. 77789 49800

Download this app now:https://play.google.com/store/apps/details?id=com.aaaos.chanakyamedianetwork

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *