બાગાયત વિભાગની ફળપાક ઉત્પાદકતા વધારવાની સહાય યોજનાનો લાભ લેવા અનુરોધ
ભરૂચ- શુક્રવાર- રાજ્યમા ખેડૂતો ક્રોપ ડાઇવર્સીફીકેશન કરી અતિ મૂલ્યવાન આંબા તથા જામફળ ફળપાકમાં ઘનિષ્ઠ પધ્ધતિ તેમજ કેળ પાકમાં ટીસ્યુકલ્ચર ટેકનોલોજી અપનાવી ખેતી કરતા થાય તે ઉદ્દેશથી બાગાયત ખાતા દ્વારા ફળ ઉત્પાદકતા વધારવા સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનામાં કેળ ટીશ્યુ પાકના રોપા ઉપર રૂ.પ/રોપાના દરે મહત્તમ રૂ.૧૫૦૦૦/હે. ના દરે ચૂકવવાની સહાય યોજના અમલમાં આવેલ છે. જે માટેના રોપાઓ DBT માન્ય લેબોરેટરીમાંથી ખરીદ કરવાન રહે છે. આ યોજના હેઠળ જે ખેડૂતોને અગાઉની યોજનામાં કેળ ટીશ્યુ પાકમાં લાભ લેવાનો મહત્તમ વિસ્તાર પૂર્ણ થયેલ હોય, તેવા ખેડૂતો પૂરતી મર્યાદિત રહેશે.
ફળાઉ વૃક્ષ આધારિત યોજનામાં આંબામાં પ્રતિ હેકટર ઓછામાં ઓછા ૪૦૦ કલમો તેમજ જામફળ
માટે ઓછામાં ઓછા ૫૫૫ કલમો રોપા ધ્યાને લઇ સહાય મળવાપાત્ર રહેશે. આંબા પાકમાં કલમ દીઠ રૂ.૧૦૦ અથવા થયેલ ખર્ચ પૈકી ઓછું હોય તે ધ્યાને લઇ રૂ.૪૦,૦૦૦ પ્રતિ હેકટર સહાય મળવાપાત્ર પ્રથમ વર્ષે અન્ય બાગાયતી પાકોને આંતરપાક તરીકે જોઇએ. આંતરપાકનું વાવેતર કરવામાં આવે તો પ્લાંટીંગ મટીયરલ ખર્ચના ૫૦ ટકા લેખે અથવા રૂ. ૧૦,૦૦૦ પ્રતિ હેકટર બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે. જામફળ પાકમાં કલમ ટીસ્યુ રોપા દીઠ રૂ.૮૦ અથવા થયેલ ખર્ચ પૈકી ઓછું હોય તે ધ્યાને લઇ પ્રથમ વર્ષે અન્ય બાગાયતી પાકોને આંતરપાક તરીકે વાવેતર કરવામાં આવે તો પ્લાંટીંગ મટીરીયલ ખર્ચના ૫૦ ટકા લેખે અથવા રૂ. ૬૦૦૦ પ્રતિ હેકટર બે માંથી જે ઓછુ હોય તે સહાય મળવાપાત્ર રહેશે. આ યોજના હેઠળ આંબા અને જામફળ ફળપાકના નવા વાવેતર માટે અન્ય યોજનામાંથી સમાન હેતુવાળા ઘટકમાં જે તે વર્ષે સહાય મેળવેલ ન હોવી જોઇએ.
આ યોજના ધોરણો વિશે વધુ જાણકારી મેળવવા માટે નીચે જણાવેલ સરનામે સંપર્ક કરવો અને અને આ યોજનાની
સહાયનો લાભ લેવા માંગતા ખેડૂતોએ તા.૧૭/૦૮/૨૦૨૩ દરમ્યાન આઇખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે અને ઓન લાઈન કરેલ અરજીની પ્રિંટ નકલ જરૂરી સાધનીક કાગળો સાથેની અરજી સાથે નાયબ બાગાયત નિયામકની કચેરી, ગુજરાત ગેસ કંપનીની સામે, સોન તલાવડી, ભોલાવ, ભરુચ ફોન નં: ૦૨૬૪૨-૨૬૩૮૫૦ ખાતે જમા કરાવવાની રહેશે એમ નાયબ બાગાયત નિયામક, ભરૂચ કચેરીની અખબાર યાદીમાં જણાવેલ છે.
ભરૂચ ચાણક્ય સમાચાર.