ભરૂચ જીલ્લામાં તમામ મકાન માલિકો નોંધે

0

ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ અન્વમયે જાહેરનામું


ભરૂચ:મંગળવાર:- અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એન આર ધાધલે ફોજદારી કાર્યરીતી અધિનિયમ, ૧૯૭૩ની કલમ-૧૪૪ અન્વયે
મળેલ સત્તાની રૂ એ હુકમ કર્યો છે કે, ભરૂચ જીલ્લામાં તમામ મકાન માલિકો પોતાને ત્યાં ઘરઘાટી અને કામવાળી મહિલાને કોના
મારફતે પોતાને ત્યાં કામે રાખેલ તે વ્યક્તિનું માન્ય ઓળખપત્ર, રહેઠાણના પુરાવા વિગેરે દસ્તાવેજો ચકાસવા તેમજ ઘરઘાટી અને
કામવાળી મહિલાઓના નામ-સરનામાની માહિતી મકાન માલિકે પોતાની પાસે રાખવાની રહેશે તેમજ નજીકના પોલીસ સ્ટેશનમાં
જમા કરાવવાની રહેશે.આ હુકમનો અમલ તા.૨૫/૦૭/૨૦૨૩ થી દિન-૬૦ સુધી રહેશે.
આ હુકમનો ભંગ કરનાર વ્યુક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ કસુરવાર થશે તેમજ હુકમના ભંગ બદલ ફરિયાદ માંડવા
હેડકોન્સ્ટેબલ કે તેનાથી ઉપરની કક્ષાના પોલીસ અધિકારીને અધિકૃત કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *