*પરીક્ષા કેન્દ્રોની ફરતે ૧૦૦ મીટરની હદમાં આવેલા તમામ ઝેરોક્ષ સેન્ટરો તા. ૧૫ ઓકટોબર ૨૦૨૩ સવારના ૧૧:૦૦ થી ૧૩: ૦૦ કલાક સુધી બંધ રાખવા અંગે જાહેરનામું
ભરૂચ: બુધવાર: તા. ૧૫ ઓક્ટોબર ૨૦૨૩નાં રોજ ગુજરાત જાહેર સેવા આયોગ ગાંધીનગર દ્વારા નાયબ સેક્શન અધિકારી
તથા નાયબ મામલતદાર વર્ગ – ૩ની સંવર્ગની જગ્યા ઉપર ભરતી માટેની ભાગ-૦૧ની પ્રિલિમિનરી પરીક્ષા ૧૧:૦૦ કલાકથી
૧૩:૦૦ કલાક સુધી ભરૂચ શહેરના ૧૭ પરીક્ષા કેન્દ્રો પર યોજાનાર છે.
પરીક્ષા કેન્દ્રોની નજીક આવેલા ઝેરોક્ષ સેન્ટરોના કારણે કેટલાંક પરીક્ષાર્થીઓ કાપલીઓ તેમજ ઝેરોક્ષનો ઉપયોગ કરે, કરાવે છે તેના પરિણામે પરીક્ષામાં ગેરરિતીઓ થવાનો સંભવ રહે છે જેથી તમામ પરીક્ષા કેન્દ્રોની ફરતે ૧૦૦ મીટરની હદમાં આવેલા ઝેરોક્ષ સેન્ટરો ઉપર પરીક્ષા સમય દરમ્યાન તારીખ ૧૫ ઓકટોબર ૨૦૨૩ દરમ્યાન સવારના ૦૯:૦૦ થી ૧૩: ૦૦ કલાક સુધી પરીક્ષાને લગતી સામગ્રીની ઝેરોક્ષ નકલ કાઢવા પર પ્રતિબંધ મુકવો આવશ્યક જણાય છે.
આથી ફોજદારી કાર્યરિતી અધિનિયમ ૧૯૭૩ની કલમ- ૧૪૪ અન્વયે મળેલી અધિકારની રૂએ, તા. ૧૫ ઓકટોબર
૨૦૨૩ દરમ્યાન સવારના ૦૯:૦૦ કલાક થી ૧૩: ૦૦ કલાક સુધી પરીક્ષા કેન્દ્રોની ફરતે ૧૦૦ મીટરની હદમાં આવેલા ઝેરોક્ષ
સેન્ટરો પર પરીક્ષાને લગતી સામગ્રીની ઝેરોક્ષ નકલ કાઢવા પર પ્રતિબંધ મુકવો આવશ્યક છે. તેમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી એન. આર. ધાધલે એક જાહેરનામા દ્વારા પ્રતિબંધ ફરમાવ્યો છે.
આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિને ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ કસુરવાર થશે. તેમ અધિક જિલ્લા
મેજીસ્ટ્રેટ શ્રી એન. આર ધાધલે તરફથી મળેલા એક જાહેરનામાં જણાવવામાં આવ્યું હતું.
ભરૂચ ચાણક્ય સમાચાર.
WhatsApp No. 77789 49800