રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૩
આગામી તા.૨૪ નવેમ્બર,૨૩ના રોજ પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન હોલ ભરૂચ ખાતે તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ- ૨૦૨૩ તેમજ સેવા સેતુ કાર્યક્રમ યોજાશે.
ભરૂચ- બુધવાર- રાજ્ય સરકાર દ્વારા આગામી તા. ૨૪ અને ૨૫ નવેમ્બર,૨૦૨૩ના રોજ સમગ્ર રાજ્યમાં રવિ કૃષિ મહોત્સવ- ૨૩નું આયોજન હાથ ધરવામાં આવ્યુ છે. આ અંતર્ગત જિલ્લાના તમામ તાલુકામાં રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૩ યોજાશે. આગામી તા.૨૪ નવેમ્બર,૨૩ના રોજ રોજ પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન હોલ ભરૂચ ખાતે તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૩ યોજાશે. તાલુકા કક્ષાના કાર્યક્રમમાં જિલ્લા અને તાલુકાકક્ષાના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. ઉલ્લેખનીય છે કે, રવિ કૃષિ મહોત્સવમાં સેવા સેતુ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
સમાચાર આપવા માટે આ નંબર સંપર્ક કરો.
WhatsApp No. 77789 49800
ભરૂચ ચાણક્ય સમાચાર