પરીક્ષા કેન્દ્રોની બહાર આવેલ તમામ ઝેરોક્ષ સેન્ટરો પર પરીક્ષાને લગતી સામગ્રીની ઝેરોક્ષ કાઢવા પર પ્રતિબંધ
ભરૂચ: બુધવાર: તા. ૧૫ ઓક્ટોબર ૨૦૨૩નાં રોજ ગુજરાત જાહેર સેવા આયોગ ગાંધીનગર દ્વારા નાયબ સેક્શન અધિકારી
તથા નાયબ મામલતદાર વર્ગ – ૩ની સંવર્ગની જગ્યા ઉપર ભરતી માટેની ભાગ-૦૧ની પ્રિલિમિનરી પરીક્ષા ૧૧:૦૦ કલાકથી
૧૩:૦૦ કલાક સુધી ભરૂચ શહેરના ૧૭ પરીક્ષા કેન્દ્રો પર યોજાનાર છે.
પરીક્ષા કેન્દ્રોની નજીક આવેલા ઝેરોક્ષ સેન્ટરોના કારણે કેટલાંક પરીક્ષાર્થીઓ કાપલીઓ તેમજ ઝેરોક્ષનો ઉપયોગ કરે, કરાવે છે તેના પરિણામે પરીક્ષામાં ગેરરિતીઓ થવાનો સંભવ રહે છે જેથી તા. ૧૫ ઓક્ટોબર ૨૦૨૩નાં રોજ સવારના ૦૯:૩૦ કલાક થી ૧૩:૦૦ કલાક સુધી ઝેરોક્ષ સેન્ટરો સ્વેચ્છાએ નાગરિક ધર્મ સમજી બંધ રાખવા અનુરોધ કરવામાં આવે છે.તેમજ પરીક્ષા કેન્દ્રોની ૨૦૦ મીટરની ત્રિજ્યામાં કોઈએ પણ બેફામ તથા મનસ્વી રીતે મોટા અવાજે લાઉડ સ્પીકર, વાજીંત્રો તથા ડી.જે.સીસ્ટમ વાગાડવું નહી, તેમજ લાઉડ સ્પિકરનો અવાજ મકાન બહાર જાય તે રીતે લાઉડ સ્પિકર વગાડવું નહિ. તેમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ભરૂચ તરફથી મેળેલી એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું.
ભરૂચ ચાણક્ય સમાચાર.
WhatsApp No. 77789 49800