ભરૂચ જીલ્લાની મદદનીશ કમિશ્નરશ્રીની કચેરી ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કાર્યવાહી.

0

ભરૂચ તેમજ નર્મદા જિલ્લામાં ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ- હેઠળ રૂ.૧૯,૮૦,૦૦૦નો દંડ કરવામાં આવ્યો.

ભરૂચ- મંગળવાર- ભરૂચ જીલ્લાની મદદનીશ કમિશ્નરશ્રીની કચેરી ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ફુડ વિભાગ દ્વારા વર્ષ-
૨૦૨૩ માં ભરૂચ તેમજ નર્મદા જિલ્લામાં ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ-હેઠળ નમુના લેવાની કામગીરી કરતા ૧૧૨ નમુના,
અનસેફ સબસ્ટાડર્ડ અને મિસબ્રાન્ડ આવેલા છે. તેઓ સામે નિવાસી અધિક કલેકટરશ્રી તેમજ એડજ્યુકેટીંગ ઓફિસર સમક્ષ તેમજ
નામદાર કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવેલ છે.
વધુમાં, ૨૦૨૩ ના વર્ષ દરમિયાન કુલ ૯૮ કેસનો નિકાલ થયેલ છે. જેમાં રૂ.૧૯,૮૦,૦૦૦નો દંડ થયેલ છે. ફુડના બિજનેશ સાથે
સંકળાયેલ તમામ વેપારીઓએ ફુડ રજીસ્ટેશન / લાયસન્સ લેવુ ફરજીયાત છે. તેમ ખોરાક અને ઓષધ નિયમન તંત્ર ભરૂચ / નર્મદા
તરફથી મળેલી એક અખબારીયાદીમાં જણાવવામાં આવ્યું હતું.

ભરૂચ ચાણક્ય સમાચાર.

સમાચાર આપવા માટે આ નંબર સંપર્ક કરો.WhatsApp No. 77789 49800

Download this app now:https://play.google.com/store/apps/details?id=com.aaaos.chanakyamedianetwork

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *